fbpx
બોલિવૂડ

બોલીવુડના પ્રખ્યાત પ્રોડ્યૂસર બોની કપૂરના જન્મદિવસે જાણીએ તેમની રસપ્રદ વાતો…

બોની કપૂર અને શ્રીદેવીની દિકરી જાહ્નવી કપૂરની ફિલ્મ ‘મિલી’ સિનેમાઘરોમાં ચાલી રહી છે. બોનીએ પહેલી વાર પોતાની દીકરી જાહ્નવીને લઈને ફિલ્મ બનાવી છે અને આ ફિલ્મને લઈને ખૂબ ચર્ચામાં છે. જાહ્નવી અને બોની બંનેએ ફિલ્મ રિલીઝ પહેલા ખૂબ પ્રમોશન કર્યું છે. બોની કપૂર બોલિવૂડના પ્રખ્યાત પ્રોડ્યૂસર છે. જેમણે મિસ્ટર ઈન્ડિયા, જૂદાઈ, નો એન્ટ્રી, જેવી જબરદસ્ત હિટ મૂવી આપી છે. બોનીએ પોતાના ભાઈઓ અનિલ કપૂર, સંજય કપૂરના કરિયારમાં ચાર ચાંદ લગાવાનું કામ કર્યું છે. ૧૧ નવેમ્બર ૧૯૫૫માં જન્મેલા બોનીએ બે લગ્ન કર્યા અને બંને લગ્નથી તેને ચાર સંતાનો છે. ફિલ્મ બનાવતા બનાવતા બોનીએ ક્યારે શ્રીદેવીને દિલ દઈ બેઠા તેનો ખ્યાલ જ ન રહ્યો. બોની કપૂરના ૬૭માં જન્મદિવસ પર જાણીએ તેમની પ્રેમની જિંદગી વિશે… બોની કપૂરે જ્યારે ફિલ્મ ‘સોલહવા સાવન’માં શ્રીદેવીને જાેઈ હતી, તો તેમનું દિલ એક્ટ્રેસને જાેઈ તેની સુંદરતા પર ફીદા થઈ ગયું હતું.

બોનીએ પોતાના નાના ભાઈ અનિલ કપૂરને લઈને ‘મિસ્ટર ઈંડિયા’ બનાવી રહ્યા હતા અને આ ફિલ્મમાં ફિલ્મમાં શ્રીદેવીને કાસ્ટ કરવા માગતા હતા. જાે કે તે સમયે શ્રીદેવી બોની કપૂરને ભાવ આપતી નહોતી. મિસ્ટર ઈંડિયા, ફિલ્મની કાસ્ટીંગનો રસપ્રદ ખુલાસો ખુદ બોનીએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. બોની કપૂર સૌ કોઈ પણ સંજાેગોમાં મિસ્ટર ઈંડિયામાં શ્રીદેવીને કાસ્ટ કરવા માગતા હતા. તેના સુધી પહોંચવા માટેનો કોઈ તોડ મળતો નહોતો. બોનીએ મગજ દોડાવ્યું અને શ્રીદેવીની માતા સાથે મુલાકાત કરી અને શ્રીદેવી માટે ફિલ્મ ઓફર કરી.

શ્રીદેવીની માતાએ બોનીને ફિલ્મ માટે ૧૦ લાખ રૂપિયાની ફી માગી. તે સમયે ૧૦ લાખ રૂપિયા બહું મોટી વાત કહેવાતી હતી. બોનીએ આ ફિલ્મ માટે શ્રીદેવીને ૧૦ લાખ રૂપિયા નહીં પણ ૧૧ લાખ રૂપિયા આપીને હા પાડી દીધી. એક વાર શ્રીદેવીની માત બહુ બિમાર થઈ ગયા અને કપરા સમયમાં બોની કપૂરે શ્રીદેવીનો ખૂબ સાથ આપ્યો. શ્રીદેવીની માતા બિમારીના કારણે નિધન થયું અને તે સમયે બોનીએ શ્રીદેવીને ખૂબ જ ઈમોશ્નલ સહારો આપ્યો. જેને લઈને બંને વચ્ચે સંબંધો વધું ગાઢ થયાં. બોનીના કેયરિંગ નેચરથી શ્રીદેવી બોની પર આફરીન થઈ ગઈ. બાદમાં બોનીના પ્રોપોઝલને શ્રીદેવીએ સ્વિકારી લીધો. શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે બોનીએ પ્રથમ પત્ની મોના કપૂર સાથે છૂટાછેડા લેવા પડ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/