fbpx
બોલિવૂડ

જેક્લીનને મની લોન્ડ્રિંગ કેસમાં અમુક શરતો પર કોર્ટે જામીન આપતા મળી મોટી રાહત

મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જાેડાયેલ ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસને મોટી રાહત મળી છે. મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રીને ૨ લાખ રુપિયાના ખાનગી બોન્ડ અને એટલી જ રકમની જામીનની શરતે જામીન આપ્યા છે. આ મામલે જેક્લીન પહેલા પણ જામીન પર બહાર હતી. ૧૦ નવેમ્બરે કોર્ટમાં એક્ટ્રેસની જામીન પર લાંબી દલિલ થઈ હતી. અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસને પટિયાલા હાઉસ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. આ મામલે સુનાવણી બાદ કોર્ટે પોતાના ર્નિણયને સુરક્ષિત રાખ્યો છે. ૧૦ નવેમ્બરે કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે બીજા દિવસે ર્નિણય આપવાની વાત કહી હતી. જાેકે, ૧૧ નવેમ્બરે એક્ટ્રેસની રેગ્યુલર બેલ પર ર્નિણય આવી શક્યો નહતો.

આજે કોર્ટ તરફથી એક્ટ્રેસને મોટી રાહત મળી છે. જેક્લીન આજે પોતે પણ વકીલ સાથે પટીયાલા કોર્ટ પહોંચી હતી. સુનાવણી દરમિયાન દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે ઈન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઈડ્ઢ)ને ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યુ હતું કે, એજન્સીએ અભિનેત્રી જેક્લીન ફર્નાંડિસ સામે લુકઆઉટ સર્ક્‌યુલર રજૂ કર્યુ તો પછી તેણીની ધરપકડ કેમ ના કરી. કોર્ટે ગણતરીના લોકો પર કાર્યવાહી કરવાથી લઈને એજન્સીને સવાલ કર્યા છે. ઈડીએ રેગ્યુલર જામીન સુનાવણી દરમિયાન જેક્લીનની જામીનનો વિરોધ કર્યો છે. ઈડીની તરફથી કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ડિસેમ્બર ૨૦૨૧માં જેક્લીનને દેશ છોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. દલિલ દરમિયાન એજન્સીએ કહ્યુ હતું કે એક્ટ્રેસે દેશ છોડીને ભાગવાના તમામ ઉપાય કર્યા કારણકે તેણીની પાસે પૈસાની કોઈ કમી નથી. એજન્સીએ કહ્યુ હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને એજન્સીએ આ મામલે ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી છે.

જેક્લીનના વકીલે તેણીની તરફથી દલિલ દરમિયાન કહ્યુ હતું કે એક્ટ્રેસ કામના કારણે અવારનવાર વિદેશ જાય છે, પરંતુ તેણીને વિદેશ જતા રોકવામાં આવી. વકીલે જણાવ્યુ કે તેણી પોતાની માતાને મળવા જઈ રહી હતી. ત્યારે પણ તેણીને રોકવામાં આવી હતી. આ દરમિયાન જેક્લીનને ઈડી તરફથી પરેશાન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. દલિલ કરવામાં આવી હતી કે, એક્ટ્રેસ જાતે કોર્ટમાં સરેન્ડર કર્યુ હતું અને જામીન પર બહાર આવી હતી. એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે, જેક્લીનને પાંચ વાર સવાલ જવાબ કરવામાં આવ્યા હતાં અને દરેક વખત તેણી તેમાં હાજર પણ રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/