fbpx
બોલિવૂડ

પરવાનગી વિના ઉપયોગ નહીં કરી શકાય અમિતાભ બચ્ચનનો ફોટો અને અવાજ!

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા બચ્ચને પોતાના વ્યક્તિત્વ અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી જાહેર કરી હતી. ન્યૂઝ એજન્સી છદ્ગૈં અનુસાર બિગ-બીએ પોતાની છબી, વ્યક્તિત્વ વિશેષતાઓ, અવાજ અને નામની રક્ષા કરવા માટે એક પગલું લીધું છે. અરજી દાખલ થયા બાદ પ્રખ્યાત વકીલ હરીશ સાલ્વેએ જસ્ટિસ નવીન ચાવલા સામે અમિતાભ બચ્ચન તરફથી પક્ષ રાખ્યો અને તમામ દલીલોને સાંભળ્યા કોર્ટે અમિતાભ બચ્ચનના પક્ષમાં ચુકાદો આપ્યો. કોર્ટે બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને મોટી રાહત આપતા શુક્રવારે વચગાળાનો મનાઈ હુકમ ફરમાયો છે. તેના અનુસાર અમિતાભ બચ્ચનની પરવાનગી વિના તેમની તસવીર અને અવાજનો ઉપયોગ કરી શકાશે નહીં.

કોર્ટે પોતાના આદેશના માધ્યમથી મોટા પ્રમાણમાં વ્યક્તિઓને અભિનેતાના વ્યક્તિત્વનું ઉલ્લંઘન કરવાથી રોકી દીધા છે. જસ્ટિસ નવીન ચાવલાએ પોતાનો ર્નિણય સંભળાવતા સમયે કહ્યુ કે, “અમિતાભ બચ્ચન, એક પ્રસિદ્ધ વ્યક્તિત્વ છે. વિભિન્ન જાહેરાતોમાં તેમના અવાજ અને તેમના નામનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે, અમિતાભ બચ્ચનની અનુમતિ અથવા સત્તા વિના, પોતાના સામાન અથવા સેવાઓને વધારો આપવા માટે, કોઈપણ તેમના સેલિબ્રિટી સ્ટેટસનો ઉપયોગ કરી શકશે નહીં.” વ્યક્તિત્વ અધિકાર, જેને પ્રચારનો અધિકાર પણ કહેવામાં આવે છે, એક વ્યક્તિ માટે પોતાની ઓળખ જેમકે નામ અને છબીના વ્યવસાયિક ઉપયોગને નિયંત્રિત કરવાનો અધિકાર છે. કોર્ટે અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરવાવાળી સામગ્રી હટાવવા માટે અધિકારીઓ અને ટેલિકોમ સામગ્રીને દૂર કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/