fbpx
બોલિવૂડ

સલમાન ખાન ૩૦ વર્ષ બાદ ફરી આ અભિનેત્રી સાથે સ્કીન શેર કરશે!

બોલીવુડના ભાઈજાન ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી આવી રહ્યાં છે. એ અભિનેત્રી સાથે જેની સાથે સલમાને વર્ષો પહેલી ફિલ્મ કરી હતી. અમે વાત કરી રહ્યાં છીએ એ ૩૦ વર્ષ પહેલાંની એ હીટ જાેડીની. આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે ૯૦ ના દશકની અભિનેત્રી રેવતીની. રેવતી સાથેની સલમાન ખાનની ફિલ્મ ‘લવ’ ૩૦ વર્ષ પુરા થઈ ચુક્યા છે. એક સમયે આ જાેડીને જાેઈને લોકો થિયેટરમાં ચિચિયારીઓ પાડતા હતાં. ફરી એકવાર આ જાેડી તમને ફિલ્મી પડદે દેખાશે. આ વખતે સલમાન આવી રહ્યાં છે ટાઈગર-૩ સાથે. સલમાન ખાન અને રેવતી આ બંને કલાકારોએ સિલ્વર સ્ક્રીન પર પ્રેમના જાદુથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દર્શકો આજે પણ આ પિક્ચર જાેવાનું પસંદ કરે છે. ફિલ્મનું ગીત ‘સાથિયા તુને ક્યા કિયા’ આજે પણ રોમેન્ટિક ગીતોની ટોપ લિસ્ટમાં સામેલ છે. જાે કે આ ફિલ્મ પછી, સલમાન અને રેવતીની સિઝલિંગ કેમેસ્ટ્રી ફરી ક્યારેય જાેવા મળી નથી.

પરંતુ ૩૦ વર્ષ પછી, આ જાેડી સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહી છે. સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ફિલ્મના બે ભાગને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો. પહેલો ભાગ (એક થા ટાઈગર) ૧૦ વર્ષ પહેલા ૨૦૧૨માં રિલીઝ થયો હતો. જ્યારે, બીજાે ભાગ ‘ટાઈગર ઝિંદા હૈ’ ૨૦૧૭માં રિલીઝ થયો હતો. બંને ફિલ્મોની વાર્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ફિલ્મની લોકપ્રિયતા જાેઈને મેકર્સે ત્રીજાે ભાગ બનાવવાની જાહેરાત કરી હતી, જે ૨૦૨૩માં રિલીઝ થશે. ‘ટાઈગર ૩’ની સ્ટાર કાસ્ટને લઈને અત્યાર સુધીમાં ઘણા નામ સામે આવ્યા છે. તે જ સમયે, તાજેતરમાં એક અન્ય નામ સામે આવ્યું છે, જેનો ખુલાસો ખુદ સલમાન ખાને કર્યો છે. શું જાણો છે કે ટાઈગર-૩ ફિલ્મમાં શું ખાસ હશે? અને આ ફિલ્મ ની સ્ટાર કસ્ત શું હશે?… આ એક સ્પાય-થ્રિલર સ્ટોરી હશે, જેમાં કેટરિના કૈફ સાથે તેની લવ સ્ટોરી બતાવવામાં આવશે. તે જ સમયે, તેની ‘લવ’ ફિલ્મની કો-સ્ટાર રેવતી પણ ટાઇગર ૩માં જાેવા મળવાની છે. સલમાન ખાને બિગ બોસ ૧૬માં રેવતી ટાઇગર ૩નો ભાગ હોવાની માહિતી આપી હતી.

સલમાન અને રેવતી ૩૦ વર્ષ પછી એક જ ફિલ્મમાં કામ કરતા જાેવા મળશે. રિપોર્ટ્‌સ અનુસાર, રેવતી ઇછઉ ચીફના રોલમાં જાેવા મળશે, જે સલમાનની મેન્ટર હશે. ગિરીશ કર્નાડે સલમાન ખાનની ટાઇગર ફ્રેન્ચાઇઝીની બે ફિલ્મોમાં રો ચીફની ભૂમિકા ભજવી હતી. ગિરીશનું ૨૦૧૯માં નિધન થયું હતું. આવી સ્થિતિમાં હવે અભિનેત્રી રેવતી તેની ભૂમિકા ભજવતી જાેવા મળશે. લોકપ્રિય ફ્રેન્ચાઈઝ ફિલ્મ ‘ટાઈગર’ના ત્રીજા ભાગમાં સલમાન, કેટરિના અને રેવતી સિવાય ઈમરાન હાશ્મી, ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા, કુમુદ મિશ્રા, અભિનય રાજ સિંહ સહિતના ઘણા સ્ટાર્સ જાેવા મળવાના છે. આ ફિલ્મમાં શાહરૂખનો પણ કેમિયો હશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/