fbpx
બોલિવૂડ

અનિલ કપૂરના જન્મદિવસે જાણો તેમની જાણી-અજાણી રસપ્રદ વાતો

અનિક કપૂરને આજે કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી. આજના યુગમાં પણ સૌથી ફિટ એક્ટરમાંના એક છે અનિલ કપૂર. પરંતુ તેમને આ પ્રતિષ્ઠા ખુબ જ સંઘર્ષ બાદ મળી છે. એક સમયે તેઓ ગેરજમાં કામ કરતા હતા. એટલું જ નહીં પણ ફિલ્મોની ટિકિટ પણ બ્લેક કરી ચૂક્યા છે. અનિક કપૂરે આજે પોતાની આગવી ઓળખ બનાવી છે. જ્યાં પહોંચું સામાન્ય લોકો માટે ખુબ જ મુશ્કેલ છે. પરંતુ અનિલ કપૂર જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમના પરિવારની આર્થિક સ્થિત સારી નહોંતી. જેથી રૂપિયા કમાવવા માટે તેમણે એક સમયે રાજ કપૂરના ગેરજમાં કામ કરવાની ફરજ પડી હતી. ગેરજમાં કામ કરતા અને ત્યાં જ રહેતા હતા. ત્યારે બાદ તે જ વિસ્તારમાં એક રૂમ ભાડે લઈને લાંબા સમયે સુધી ત્યાં રહ્યા હતા.. જયારે અનિલ કપૂર લીડ એક્ટર તરીકે વર્ષ ૧૯૮૦માં તેલુગુ ફિલ્મ વામસા વૃક્ષમથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આમ તો વર્ષ ૧૯૭૯માં આવેલી ફિલ્મ હમારે-તુમ્હારેમાં અનિલ કપૂર કિમિયો રોલ કરતા નજરે પડ્યા હતા. ત્યારે બાદ ૧૯૮૩માં આવેલી ફિલ્મ વો સાત દિનમાં પહેલા લીડ અભિનેતા તરીકેનો રોલ મળ્યો હતો..

પરંતુ વર્ષ ૧૯૮૪માં યશ ચોપડાની ફિલ્મ મશાલથી અનિલ કપૂરને પ્રસિદ્ધિ મળી છે..પરંતુ શેખર કપૂરની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી અનિલ કપૂર રાતો રાત બોલિવુડના સ્ટાર બની ગયા હતા. વર્ષ ૧૯૮૭માં આવેલી શેખર કપૂરની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં હીરોનો રોલ અદા કરવા પહેલા અમિતાભ બચ્ચનને ઓફર કરવામાં આવી હતી. પરંતુ અમિતાભ બચ્ચને આ ફિલ્મ કરવાનો ઈનકાર કરી દિધો હતો. જેથી મિસ્ટર ઈન્ડિયા ફિલ્મ અનિલ કપૂરને મળી હતી. જ્યાંથી અનિલ કપૂરની કિસ્મત બદલાઈ ગઈ. ફિલ્મ એટલી હિટ થઈ કે અનિલ કપૂર રાતો રાત બોલિવુડ જગતના ચમકતા સિતારા બની ગયા. સાથે આજે પણ દર્શકોની અનિલ કપૂરની ફેરવરીટ ફિલ્મમાની એક મિસ્ટર ઈન્ડિયા છે. શું તમે જાણો છો કે કેમ ટપોરીનો રોલ અનિલ કપૂરને પરફેક્ટ સૂટ કરે છે?… અનિલ કપૂરે ટીવી શો કોમેડી નાઈટ્‌સ વિથ કપિલમાં ખુલાસો કર્યો હતો કે તે ખુબ જ સારી રીતે ટપોરીનો રોલ કરી શકે છે.

એના પાછળનું કારણે એ છે કે તેઓ રિયલ લાઈફમાં પણ એક ટપોરી જ હતા. અનિલ કપૂરના કહેવા મુજબ તેઓ અને તેમના મિત્રો બાળપણમાં ટપોરી જેવા જ કામ કરતા હતા. જેમાં તેમણે ફિલ્મની ટિકિટ બ્લેક પણ કરી ચૂક્યા છે. શું જાણો છો અનિલ કપૂરની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મ વાર્તાથી ઓછી નથી.. સુપરસ્ટાર અનિલ કપૂરની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મ કહાનીથી કમ નથી. તેમણે પત્ની સુનિતા સાથે ૧૯ મે ૧૯૮૪માં લગ્ન કર્યા હતા. તે સમયે અનિલ કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા. તેમની પાસે રૂપિયા ના હોવાથી તેમનો ખર્ચ પત્ની સુનિતા ઉપાડતી હતી. કહેવાય છે અનિલ કપૂર જ્યારે સુનિતાને મળ્યા ત્યારે પહેલી મુલાકાતમાં જ દિલ આપી બેઠા હતા.ત્યારે તેઓ સ્ટ્રગલ કરતા અભિનેતા હતા અને સુનિતા જાણીતિ મોડલમાની એક હતી. અનીલ કપૂરનું ૬૬ વર્ષે પણ ૩૬ જેવી છે ફિટનેસનું રહસ્ય જાણો.. અનિલ કપૂરના લુક્સ, એટીટ્યુડ, સ્ટાઈલ અને ફિટનેસને જાેતા તેની ઉંમર ૬૬ નહીં પણ ૩૬ની આસપાસ લાગે છે. તેના માટે તેઓ સૌથી વધુ ચર્ચામાં રહે છે. ૪૩ વર્ષની કારકિર્દી પછી પણ અનિલ કપૂર હજુ પણ પોતાને ફિટ રાખે છે. અનિલ કપૂર સ્વાસ્થ્યને લઈને ખૂબ જ શિસ્તબદ્ધ આહારનું પાલન કરે છે. અનિલ કપૂર ખાંડ અને જંક ફૂડ ખાવાનું ટાળે છે.

આ જ કારણ છે કે તે મોડી રાતની બોલિવૂડ પાર્ટીઓમાં દેખાતો નથી. શું છે અનિલ કપુરની ફિટનેસનું રહસ્ય? તે જાણો.. અનિલ કપૂર હજુ પણ એકદમ ફિટ દેખાય છે. અનિલ પોતાની જાતને ફિટ રાખવા માટે તેના આહાર પર ઘણું નિયંત્રણ કરે છે. જેના માટે અનિલ દિવસમાં ૫ થી ૬ વખત થોડું-થોડું કરીને ખોરાક લે છે. અનિલ કપૂરના ફૂડની વાત કરીએ તો તેમાં શાકભાજી, દાળ, ઓટ્‌સ, માછલી, બ્રોકોલી, ચિકન અને પ્રોટીન શેક્સનો સમાવેશ થાય છે. અનીલ કપૂર માટે તો હાર્ડવર્ક જ છે ફિટનેસનો મંત્ર. નિયંત્રિત આહારની સાથે અનિલ કપૂર દરરોજ ૨ થી ૩ કલાક વર્કઆઉટ કરે છે. અનિલ દરરોજ ૧૦થી ૨૦ મિનિટ કાર્ડિયો કરે છે. જે પછી તે ફ્રી વેઈટ, પુશ-અપ્સ, ક્રન્ચ, ચેર સ્ક્વોટ વર્કઆઉટ કરે છે. અનિલના વર્કઆઉટમાં ફાસ્ટ સાઇકલિંગનો પણ સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/