fbpx
બોલિવૂડ

ઉર્ફી જાવેદ શીઝાનનાં સપોર્ટમાં કરી પોસ્ટ, લોકોનું સામે આપ્યું અલગ અલગ રીએક્શન

ટીવીની અભિનેત્રી તુનીષા શર્મા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અભિનેત્રીના એક્સ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાન પર ઘણા આરોપો લાગી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦ વર્ષીય અભિનેત્રીએ શીઝાનના મેકઅપ રૂમમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકરણમાં તુનિષાની માતાએ શીઝાન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો કેસ દાખલ કર્યો હતો. જેના કારણે શીઝાન પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ કેસમાં ઉર્ફી જાવેદે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તે શીઝાનના સપોર્ટમાં ઊભી હોય તેવું લાગે છે. ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં તુનીષા કેસ વિશે વાત કરી છે. તેણે શીઝાનને દગાબાજ તો ગણાવ્યો છે, પરંતુ મૃત્યુ માટે તેને દોષી ઠેરવવાનો ઇનકાર કર્યો છે ઉર્ફી જાવેદે શું પોસ્ટ કર્યું? તે.. જાણો.. ઉર્ફી જાવેદે લખ્યું છે કે, તુનીષાના કેસ વિશે મારો અભિપ્રાય. હા, જે ખોટું છે એ ખોટું છે. તેણે તુનિષાને દગો આપ્યો હશે. પરંતુ તમે તેને મૃત્યુ માટે જવાબદાર ઠેરવી શકો નહીં.

જે વ્યક્તિ તમારી સાથે રહેવા ન માગતી હોય તેને પરાણે પોતાની સાથે રાખી ન શકાય. ઉર્ફીએ આગળ લખ્યું- ‘છોકરીઓ, કોઈ પણ એટલું કિંમતી નથી હોતું કે તમે તેના માટે પોતાનું જીવન ખતમ કરી નાખો. કેટલીકવાર એવું લાગે છે કે બધું સમાપ્ત થઈ ગયું છે પરંતુ વિશ્વાસ કરો, આવું હોતું નથી. તમને પ્રેમ કરે છે તે લોકોનું વિચારો અથવા તમારી જાતને થોડો પ્રેમ કરો. તમારા પોતાના હીરો બનો અને તમારી જાતને થોડો સમય આપો. આત્મહત્યા પછી પણ મુશ્કેલીઓનો અંત આવતો નથી. પાછળ રહી ગયેલા લોકોને ઘણું બધું સહન કરવું પડે છે. ઉર્ફીની આ પોસ્ટને સોશિયલ મીડિયા પર લોકોના અલગ અલગ રીએક્શન મળી રહી છે. કેટલાક લોકો ઉર્ફીની વાત સાથે સહમત છે, તો ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. આ કેસમાં તુનીષાની માતા વનિતા શર્માએ આરોપી શિઝાન ખાન પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. ઙ્ઘહટ્ઠૈહઙ્ઘૈટ્ઠ ના અહેવાલ મુજબ છદ્ગૈં સાથેની વાતચીતમાં તેમણે શિઝાન ખાન ડ્રગ લેતો હોવાનું કહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/