fbpx
બોલિવૂડ

ઈરફાન ખાનના જન્મદિવસે જાણો તેમના વિષે રસપ્રદ વાતો..

બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનનો જન્મદિવસ છે. તારીખ ૭ જાન્યુઆરી, ૧૯૬૬ના દિવસે રાજસ્થાનના જયપુરમાં જન્મેલા એક્ટર ઈરફાન ખાનને વર્ષ ૨૦૧૧માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઈરફાન ખાનની જાણીતી બોલિવૂડ ફિલ્મો ‘પાનસિંઘ તોમર’, ‘પીકુ’, ‘ધ લંચબોક્સ’, ‘તલવાર’, ‘મકબૂલ’, ‘હિન્દી મીડિયમ’ અને ‘કરીબ કરીબ સિંગલ’ વગેરે છે. ઈરફાન ખાન જે હોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યો છે તે ‘ધ વૉરિયર’, ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘ધ નેમસેક’, ‘ધ દાર્જિલિંગ લિમિટેડ’, ‘જુરાસિક વર્લ્ડ’, ‘ધ અમેઝિંગ સ્પાઈડર-મેન’, ‘ઈન્ફર્નો’, ‘ન્યૂયોર્ક, આઈ લવ યુ’ અને ‘લાઈફ ઓફ પાઈ’ વગેરે છે. ઈરફાન ખાનનું પૂરું નામ સાહેબઝાદે ઈરફાન અલી ખાન છે. તેમનો જન્મ મુસ્લિમ પઠાણ પરિવારમાં થયો અને તેમના પિતા બિઝનેસમેન હતા.

દેશની જાણીતી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાંથી એક્ટિંગનો અભ્યાસ કર્યા બાદ ઈરફાન ખાન મુંબઈ આવ્યો અને ટીવી સિરિયલ્સમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું. ઈરફાન ખાન જ્યારે નાનો હતો ત્યારે ક્રિકેટર બનવા માગતો હતો, તેણે જીવનમાં ક્યારેય પણ એક્ટર બનવાનું વિચાર્યું નહોતું. ઈરફાન ખાન ભારતનો કદાચ એકમાત્ર એક્ટર છે જેણે હોલિવૂડની મોટા એક્ટર-ડિરેક્ટરની સુપરહિટ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. ઈરફાન ખાને તેના સ્પેલિંગમાં એક ‘િ’નો ઉમેરો કર્યો છે અને હવે તેનું નામ ૈંિકિટ્ઠહ દ્ભરટ્ઠહ છે. ઈરફાન ખાને વર્ષ ૧૯૯૫માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાં તેની સાથે અભ્યાસ કરતી સુતાપા સિકદર નામની યુવતી સાથે લગ્ન કર્યા અને તેમના બે બાળકો છે.

ઈરફાન ખાનનું ૨૯ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ મુંબઈની નાઈટીંગેલ બેન હોસ્પિટલમાં નિધન થયું હતું, જ્યાં તેમને કોલોન ઈન્ફેક્શનને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. બરાબર ચાર દિવસ પહેલા જયપુરમાં તેમની માતાનું નિધન થયું હતું. ૨૦૧૮માં, તેમને ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તે સારવાર માટે એક વર્ષ સુધી યુકેમાં રહ્યા હતા. એક વર્ષની રાહત પછી, તેમને કોલોન ચેપ સાથે ફરીથી મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તે તેમની ફિલ્મ અંગ્રેઝી મીડિયમનું શૂટિંગ કરી રહ્યા હતા જે તેમની છેલ્લી ફિલ્મ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/