fbpx
બોલિવૂડ

સિદ્ધાર્થ શુક્લાના હમશકલે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, હમશકલને જાેઈ તમે ચોંકશો

આજકાલ ‘બિગ બોસ’ના ઘરમાં જબરદસ્ત હંગામો ચાલી રહ્યો છે, કેટલાક કપલ્સ બને છે અને તૂટે છે. આવી જ રીતે સિઝન ૧૩માં પણ જાેવા મળ્યું હતું. તે સમયે સિદ્ધાર્થ શુક્લાએ ટુંકા સમયમાં પોતાની ખાસ સ્ટાઇલથી દર્શકોને દીવાના બનાવી દીધા હતા. તે સમયે સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલની જાેડી એટલી લોકપ્રિય થઈ હતી કે ચાહકોએ તેમને ‘સિદનાઝ’ નામ આપ્યું હતું. સિદ્ધાર્થ પોતાના રફ અંદાજથી દર્શકો વચ્ચે ખૂબ લોકપ્રિય થયો હતો. જાે કે સિદ્ધાર્થ હવે આપણી વચ્ચે નથી રહ્યો, પરંતુ તેના જેવો જ દેખાવ ધરાવતા યુવાનનો વિડીયો સામે આવ્યો છે, જેણે ચાહકોને ફરી તેમના ફેવરિટ એક્ટરની યાદ અપાવી દીધી હતી.

સિદ્ધાર્થ જેવો દેખાતો યુવાન કોણ છે? એવો સવાલ તો થયો જ હશે? તમને જણાવીએ કે સિદ્ધાર્થ શુક્લા જેવા જ દેખાતા યુવાનનું નામ ચંદન છે, તેનો ચહેરો, એક્ટિંગ, ડાયલોગ બોલવાની સ્ટાઈલ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ચંદન પોતે સિદ્ધાર્થનો જબરદસ્ત ફેન છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણા વિડીયો શેર કરીને પોતાના પ્રિય અભિનેતાને યાદ કરતો રહે છે. ચંદનનો વિડીયો જાેઇને ફેન્સ સિદ્ધાર્થને મિસ કરી રહ્યા છે. સિદ્ધાર્થની એક્શનને ચંદને એવી રીતે કૉપી કરી છે કે ફેન્સ ઈમોશનલ થઈ જાય છે. સિદ્ધાર્થ શુક્લાને મિસ કરતી વખતે ચંદને વિડીયો બનાવ્યા છે. જે જાેઈને ફેન્સ કહી રહ્યા છે કે, ‘ભાઈ તુ વાયરલ થવા જઈ રહ્યો છે’. આ વિડીયોમાં સિદ્ધાર્થ શહનાઝ ગિલ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે, જેને ફેન્સ શાનદાર ગણાવી રહ્યા છે.

આ વિડીયો જાેયા બાદ ફેન્સ ચકિત થઈ ગયા હતા. ચંદન સિદ્ધાર્થની જેમ જ ડાયલોગ બોલતો જાેવા મળે છે. અહીં નોંધનીય છે કે, સિદ્ધાર્થ શુક્લાનું વર્ષ ૨૦૨૧માં હાર્ટ એટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના અચાનક નિધનથી તેની માતા, પરિવાર અને શેહનાઝ ગિલ આઘાતમાં સરી પડ્યા હતા. ચાહકોને પણ આંચકો લાગ્યો હતો. શેહનાઝ આજે પણ સિદ્ધાર્થને યાદ કરતી જાેવા મળે છે. સિદ્ધાર્થની લોકપ્રિયતાની એટલી હદે છે કે શેહનાઝ કોઇ પણ વિડીયો શેર કરે ત્યારે લોકો તેને સિદ્ધાર્થ સાથે જાેડવાનું શરૂ કરી દે છે. સિદ્ધાર્થ આજે પણ અનેક ચાહકોના દિલમાં વસે છે અને ચાહકો અવારનવાર તેને યાદ કરતાં રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/