fbpx
બોલિવૂડ

ધોનીએ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂ કરી નવી ઇનિંગ, જુઓ શું રાખ્યું પહેલા જ પિક્ચરનું નામ

ભારતીય ટીમના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન અને ક્રિકેટ ફિલ્ડમાં સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાંના એક સાથે જ ગેમમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ફિનિશર તરીકે જેનુ નામ લેવામાં આવે છે, તે એટલે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની હવે એક પ્રોડ્યુસર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે ૨૭ જાન્યુઆરીએ તેના પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઈનમેન્ટે આખરે આ ખુશખબર દુનિયાભરમાં ધોનીના ફેન્સ સાથે શેર કરી છે. અહેવાલો અનુસાર, પ્રોડક્શન હાઉસમાં રમેશ થામિલમાની ઓછા બજેટની તમિલ ફિલ્મનું નિર્દેશન કરશે, જેમાં હરીશ કલ્યાણ, ઇવાના અને નાદિયા જાેવા મળશે. આ ફિલ્મનું નામ લેટ્‌સ ગેટ મેરિડ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ૨૭ જાન્યુઆરીએ ફ્લોર પર જશે.

ફિલ્મ નિર્માતા રમેશ થમિલમાની, કેપ્ટન કૂલ ધોની સાથે કામ કરવા માટે ઉત્સાહિત દેખાયા હતા. આ તેની પ્રથમ ફિલ્મ છે. ૨૬ જાન્યુઆરીના રોજ તેણે પોસ્ટર સાથે ફિલ્મની જાહેરાત વિશે ટિ્‌વટ કર્યું. પોતાના ફેન્સ સાથે આ ખુશીની વાત શેર કરી તેની જાહેરાત કરતી વખતે એમએસ ધોનીની ટીમે લેટ્‌સ ગેટ મેરિડના એનિમેટેડ મોશન પોસ્ટરને પણ રિલીઝ કર્યું હતું. પોસ્ટરની શરૂઆત જંગલના રસ્તા પરના કાફલાથી થાય છે, જે આપણને ફિલ્મના કલાકારોની ઝલક આપે છે. રોડ ટ્રીપ, બીચ અને એડવેન્ચર વગેરે બાબતો મોશન પોસ્ટરમાં દર્શાવાઈ છે. તેમાં લેટ્‌સ ગેટ મેરિડ કાસ્ટની લિસ્ટ બતાવાઈ છે, જેમાં હરીશ કલ્યાણ, ઇવાના, નાદિયા અને યોગી બાબુનો સમાવેશ થાય છે. એવું લાગે છે કે ધઓનીની ડેબ્યુ ફિલ્મ પણ યોગી બાબુની હાજરી સાથે હ્યુમરસ હશે.

આ પહેલા ફિલ્મના ડાયરેક્ટર રમેશ થમિલમાનીએ કહ્યું હતું કે આ ફિલ્મનો કોન્સેપ્ટ ધોનીની પત્ની સાક્ષી સિંહે લખ્યો છે. એમએસ ધોનીના પ્રોડક્શન હાઉસે દિવાળીના અવસર પર એક પ્રેસ નોટ શેર કરી અને જણાવ્યું હતું કે ધોની પ્રોડક્શન તમિલમાં તેની પ્રથમ ફેમિલી ડ્રામા ફીચર ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જે લોકો નથી જાણતા તેમને જણાવી દઈએ કે ઑક્ટોબર ૨૦૨૨માં ધોની એન્ટરટેનમેન્ટે જાહેરાત કરી હતી કે તે ફિલ્મો બનાવવાનું શરૂ કરશે. તે મહત્વની જાહેરાતના ત્રણ મહિના પછી ફિલ્મ હવે માત્ર ટ્રેક્શન મેળવવાની શરૂઆત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/