fbpx
બોલિવૂડ

જહાન કપૂર હંસલ મહેતાની ફિલ્મ ફરાઝથી ડેબ્યુ કરી રહ્યો છે

બોલિવૂડમાં ડંકો વગાડનાર કપૂર પરિવારની ચોથી જનરેશનો જહાન કપૂર એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. જહાન કપૂર હંસલ મહેતાની ફિલ્મ ફરાઝથી ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મની વાર્તા વિશે વાત કરવામાં આવે તો, વર્ષ ૨૦૧૬માં ઢાકામાં બનેલી આતંકવાદી ઘટનાની આસપાસની છે. આતંકવાદીઓએ એક કાફેમાં ઘણા લોકોની હત્યા કરી હતી. પરેશ રાવલનો પુત્ર આ ફિલ્મમાં આતંકવાદીનો રોલ કરશે. જહાન કપૂર આતંકવાદીઓ સામે લડતા ફરાઝ નામના મુસ્લિમ વ્યક્તિના રોલમાં છે. મારી સફર આમ તો ૧૫ વર્ષની ઉંમરે જ શરૂ થઇ હતી. મારા પિતા એટલે કૃણાલ કપૂર (જે શશિ કપૂરના દીકરા)એ કહ્યું હતું કે ચાલો હવે કામ પર લાગી જાઓ. મારું પહેલું કામ એડ ફિલ્મ માટે આસિસ્ટ કરવાનું હતું.

આ જ ઉંમરમાં મેં એક શોર્ટ ફિલ્મ પણ લખી હતી. આ બાદ મને કેમેરા પાછળ રસ પડવા લાગ્યો હતો. આ પછી મેં થિયેટર પર્સનાલિટી સુનીલ શાનબાગને પણ મદદ કરી હતી. મને ક્યારેય લાગ્યું નથી કે ઇન્ડસ્ટ્રીમાં મારી એન્ટ્રી મને વારસામાં મળી છે. સુનીલ શાનબાગજીના કારણે મારો એક્ટિંગમાં રસ વધવા લાગ્યો હતો. મારી આવડતને વધુ સારી બનાવવા માટે હું નસીરુદ્દીન શાહ સરના રિહર્સલમાં હાજરી આપતો હતો. આ બાદ મેં એક રેપર્ટરી કંપનીમાં પણ જાેડાઇને ત્યાં તાલીમ પણ લીધી હતી. લંડનમાં ગ્રેટ બ્રિટનના નેશનલ યૂથ થિયેટરમાંથી ત્રણ મહિનાનો કોર્સ પણ કર્યો હતો. આ ફિલ્મની શરૂઆતમાં જ બે લોકડાઉન આવ્યાં હતાં તો, કોર્ટ કેસ પણ થયો હતો અને નિર્માતામાં ફેરફાર થયા હતા. આમ છતાં અમે બધાએ ધીરજ રાખી હતી.

શરૂઆતમાં અમારી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહેલા સ્ટુડિયોમાં ફંડિંગની પણ કેટલીક સમસ્યાઓ હતી. દિગ્દર્શક હંસલ સરને લાગ્યું કે, વિઝન બરાબર મેચ થઇ રહ્યું નથી. અંતે અનુભવ સિંહાની એન્ટ્રી થઇ હતી. અનુભવ સિંહાએ આર્ટિકલ ૧૫, મુલ્ક જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જાે કે ભટ્ટ સાહેબના આશીર્વાદ હજુ પણ મારી સાથે છે. મેં મુસ્લિમ ધર્મનાં ઘણાં પુસ્તકો વાંચ્યાં છે. જેમાં એ પણ વાંચ્યું છે કે, મધ્ય પૂર્વ, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં મુસ્લિમોની સ્થિતિ શું છે? છેલ્લાં સો વર્ષમાં ઇસ્લામ વિશેની ધારણા અંગે પણ આપણે જાણીએ છીએ. એક એક્ટર તરીકે, અમને લાગ્યું કે આ બધું જાણવું એ અમારી જવાબદારી છે. તેમને કહ્યું કે, કેટલી અદ્ભુત વાર્તા છે. તેમના પર આ ફિલ્મની વાર્તાની અસર ઊંડી હતી. અહીં અરાજકતાની આવી વાર્તા હતી, જેમાં આતંકવાદી હુમલાઓ થાય છે.

તે વિચારધારાની લડાઈ છે. આખો દેશ ૨૬/૧૧ના હુમલા બાદ શોકમાં ગરકાવ છે. મને બાળપણથી જ કહેવામાં આવતું હતું કે, ભાઇ તું માને છે તેટલી આ ઇન્ડસ્ટ્રીઝ સરળ નથી. જે કરવું હશે તે જાતે જ કરવું પડશે. પરિવારનો સાથ-સહકાર બહુ જ ઓછો મળશે. તો હું મારી જાતને નસીબદાર માનું છું કે, મારા પિતા અને માતા એક્ટિંગ સાથે સીધા સંકળાયેલાં નહોતાં. તેથી મારી પાસેથી થોડું શીખ્યાં છે. એટલે ક્યારેય મનમાં નહોતું. યશરાજ, ધર્મા બધા તેની સામે શંકાની નજરે જાેતા હતા. નિશ્ચિતપણે તેમની સાથે મુલાકાત કરી હતી. પરંતુ તેમની પાસેથી ક્યારેય ઉપકાર માગ્યો નહીં. જાે તેને તેમને મારું કામ ગમશે,તો તે ચોક્કસપણે મને તક આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/