fbpx
બોલિવૂડ

બ્રાઇડલ લુકમાં છવાઇ ગઇ મૃણાલ ઠાકુર, શાહી અંદાજની તસ્વીરો વાયુવેગે વાઈરલ

ભારતીય ફિલ્મ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ જાેવા જેવું હોય છે. ફેન્સને તેની દરેક ફેશન પસંદ આવે છે, પરંતુ તેના એથનિક આઉટફિટ અને સ્ટાઇલિશ ફોટોશૂટની વાત જ અલગ છે. આ એક્ટ્રેસે હાલમાં તેના બ્રાઇડલ શૂટને કારણે ચર્ચામાં છે. જાે તમે પણ મૃણાલની સ્ટાઈલના દિવાના છો, તો તમારે પણ શૂટની તસવીરો જાેવી જાેઇએ! મૃણાલ તાજેતરમાં જ એક મેગેઝિનના લેટેસ્ટ ઇશૂની કવર ગર્લ બની હતી. મૃણાલ દુલ્હનના લુકમાં સ્ટનિંગ લાગી રહી હતી. બોલિવૂડની આ એક્ટ્રેસ શનીલ લહેંગામાં કોઈ મહારાણી જેવી લાગી રહી હતી.

લહેંગામાં ગોટા-પટ્ટીનું વર્ક પણ હતું અને તે એકદમ એન્ટીક લાગતું હતું. અન્ય એક તસવીરમાં, એક્ટ્રેસે ગોલ્ડન , પર્પલ અને મલ્ટી કલર દુપટ્ટા સાથે લમ્પી-ચંદેરી લહેંગા પહેર્યો છે. તેણે એક્ઝોટિક જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. મૃણાલ આ લુકમાં બિલકુલ મહારાણી જેવી લાગી રહી હતી. મૃણાલે કહ્યું કે તે આ શૂટના લૂકને લઈને ખૂબ જ કન્ફ્યુઝ હતી, પરંતુ જ્યારે તેણે તેને પહેર્યો ત્યારે તેને ફાઈલ લૂક સાથે પ્રેમ થઈ ગયો. કોણ જાણે કે તેના લગ્નમાં પણ આવી જ થીમ રાખી લે! તેણીને પરંપરાગત મહારાષ્ટ્રીયન લગ્ન કરવા છે જ્યાં બધું જ મોતીથી બનેલુ હોય અને બેઝ તથા સિલ્વર ટોન હોય. જ્યારે એથનિક ફેશનની વાત આવે છે, ત્યારે મૃણાલને રંગો, પ્રિન્ટ અને ફેબ્રિક સાથે એક્સપિરિમેન્ટ કરવાનું પસંદ છે.

તે સામાન્ય રીતે લાલ, નારંગી, ગુલાબી, પીળો અને લીલો જેવા બોલ્ડ રંગો પસંદ કરે છે. તેણીને સાડી, સલવાર-સુટ, અનારકલી અને પટિયાલા સૂટ પસંદ છે. તેણીને ઈન્ડો-વેસ્ટર્ન લુક પણ ગમે છે, જેમ કે સાડી સાથે ક્રોપ ટોપ પહેરવું અથવા કુર્તા સાથે જીન્સ પહેરવું. મૃણાલ ઠાકુર મસ્ટર્ડ યલો શરારા સેટમાં એકદમ સુંદર લાગી રહી છે. મૃણાલ આ ફોટોમાં એકદમ રિલેક્સ થઇને પોઝ આપી રહી છે. મૃણાલ ઠાકુરે પોતાના આ ટ્રેડિશનલ લુકને કમ્પ્લીટ કરવા માટે પોલ્કી ચોકર અને નોઝ રીંગ પહેર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/