fbpx
બોલિવૂડ

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ લગાવ્યો બળાત્કારનો આરોપ, વીડિયો શેર કરીને કહી સ્પષ્ટ વાત

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીના જીવનમાં હાલ બધુ બરાબર નથી ચાલી રહ્યું. તેમનું લગ્નજીવન ખોટા કારણોસર ચર્ચામાં છે. આ મામલા પહેલા કોરોનાના સમયગાળા દરમિયાન પણ તે પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહ્યો હતો, જાેકે, ત્યારબાદ આ દંપતી વચ્ચે સમાધાન થઈ ગયુ હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ બોલીવુડના આ દિગ્ગજ અભિનેતા પર ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે તેણે નવાઝ પર આરોપ લગાવી રડતી પણ જાેવા મળી હતી.

તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા નવાઝની પત્ની આલિયાએ લખ્યું છે કે, જેને ક્યારેય બાળકોનો અહેસાસ નથી થયો, ન તો પેટમાં કે ન તો તેમના જન્મ પછી બાદ, જાેકે, તેને ખબર પણ નથી કે, બાળકો કેવી રીતે મોટા થયા, તે મારી પાસેથી બાળકોને છીનવીને જતાવા માંગે છે કે, તે ખૂબ સારો પિતા છે. પરંતુ તે સારો પિતા નથી. તે એક કાયર પિતા છે જે, માતા પાસેથી તેના બાળકોને છીનવી રહ્યો છે. જે હાલ તેના પાવરનો દુરુપયોગ કરી રહ્યો છે. પોતાના આંસુ લૂછતા આલિયાએ આગળ કહ્યું કે, તમે તમારા પૈસાથી કેટલાય લોકોને ખરીદી લો, પરંતુ તમે મારા બાળકો મારાથી નહી છીનવી શકો. તમે મારા બાળકોને મારી પાસેથી છીનવીને ક્યાં રાખશો?

મારા બાળકો કેવી રીતે જીવશે તેની સાથે? મારા બાળકોને પિતા શું છે તે પણ ખબર નથી. એક સારો અભિનેતા જે હંમેશા સારો વ્યક્તિ હોવાના ડોળ કરે છે. જાેકે, ગઈકાલે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે. ગમે તે થાય, હું મારા બાળકોની કસ્ટડી આ લોકોના હાથમાં ક્યારેય નહીં આપુ. નવાઝુદ્દીન સિદ્દીકી વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલ તેની પાસે ઘણા બધા પ્રોજેક્ટ્‌સ છે, અને તે આગામી દિવસોમાં સાઉથની ફિલ્મોમાં પણ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, પરંતુ બીજી બાજુ તેનું અંગત જીવન હાલ વધારે મુશ્કેલીઓમાં મુકાઈ ગયુ છે. હવે જાેવાનું એ રહેશે કે, ભવિષ્યમાં તેમના સંબંધોના શું પરિણામ આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/