fbpx
બોલિવૂડ

યુટ્યુબર અરમાન પર ભડક્યો સિંગર અરમાન મલિક

બોલીવુડના પ્રખ્યાત ગાયક અરમાન મલિકે પોતાની ગાયકી અને અવાજથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. સિંગર અરમાન મલિકે પોતાની સિંગિંગ દ્વારા હોલિવૂડમાં પણ પોતાનુ સ્થાન બનાવ્યુ છે. પરંતુ આ દિવસોમાં જ્યારે પણ યુઝર્સ અરમાન મલિકનું નામ ક્યાંક સર્ચ કરે છે, ત્યારે સિંગરની જગ્યાએ યુટ્યુબર અરમાન મલિકનું નામ આવે છે, જે તેના યુટ્યુબ વ્લોગ અને બે પત્નીઓ માટે જાણીતા છે. યુટ્યુબરનું સાચું નામ સંદીપ હોવા છતાં, મીડિયાએ તેને અરમાન મલિક કહીને બોલાવ્યા પછી ગાયક અરમાન હવે ભડક્યા છે. તેણે થોડા દિવસો પહેલા ટિ્‌વટ કરીને મીડિયા અને યુટ્યુબરને ઠપકો આપ્યો હતો. સિંગર અરમાને ઠપકો આપતા ટ્‌વીટ કર્યું કે, “મીડિયામાં તેને અરમાન મલિક કહેવાનું બંધ કરો. તેમનું અસલી નામ ખરેખર સંદીપ છે.

ભગવાન માટે મારા નામનો દુરુપયોગ કરવાનું બંધ કરો. મને સવારે ઉઠીને મારા નામ વિશેના આ પ્રકારના આર્ટીકલ વાંચવાથી મને નફરત થઇ ગઇ છે, આ પ્રકારના ન્યુઝથી મને ચીડ ચડે છે” અરમાન મલિકના આ ટિ્‌વટ પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે સિંગર અરમાનને સપોર્ટ કર્યો તો કેટલાક લોકો તેની વિરુદ્ધ પણ દેખાયા. સિંગર અરમાન મલિકના ટિ્‌વટનો જવાબ આપતા એક યુઝરે લખ્યું, “હું પણ થાકી ગયો છું. જ્યારે પણ હું તમારા વિશે કંઇક સર્ચ કરવાનો પ્રયત્ન કરું છું, ત્યારે આ વ્યક્તિ સાથે જાેડાયેલી વાતો સામે આવતી રહે છે.

બસ, બહુ થયું.” બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, “અરે યાર, જ્યારે તમારા નામની વ્યક્તિ યૂટ્યુબ પર આવે છે, ત્યારે અમને પણ મુશ્કેલી થાય છે.” સિંગર અરમાનને ટોણો મારતા એક યુઝરે લખ્યું, “અહિંયા ઈર્ષ્યાની ગંધ આવે છે. તમે તમારું નામ કેટલામાં ખરીદ્યું છે, જે બીજાનું ન હોઈ શકે!” અન્ય એક યુઝરે લખ્યું, “તમારૂં પણ કઈંક ઉપનામ હશે, તમે જ બદલી દો નામ.” યૂ-ટ્યુબર અરમાન મલિકે યૂટ્યુબ વ્લોગ દ્વારા સિંગર અરમાન મલિકને જવાબ આપ્યો છે.

તેણે કહ્યું, “કદાચ આ બાબતે વિવાદ ઊભો થઈ શકે છે, પરંતુ અમે અમારી જગ્યાએ સાચા છીએ. એક નામના કરોડો લોકો છે અને જાે તમને લાગે કે તમારું નામ સાંભળીને મેં મારું નામ રાખ્યું છે તો હું સ્પષ્ટતા કરૂં કે હું તમારા કરતા પાંચ વર્ષ મોટો છું. ઘરમાં મારા બે નામ સંદીપ અને અરમાન છે. બીજું મને એ ખરાબ લાગ્યું કે કોઈ વ્યક્તિ ટિ્‌વટ કરીને ફરિયાદ કરે છે કે હું આનાથી નારાજ છુ અને કંટાળી ગયો છું.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/