fbpx
બોલિવૂડ

કોમેડી ટીવી સીરિયલમાં આ ભૂમિકામાં સંપૂર્ણતા લાવવા માટે અમિત ભટ્ટે આવું પગલું ભર્યું હતું!..

કોમેડી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ૨૦૦૮થી પ્રસારિત થઈ રહી છે અને આજે પણ દર્શકોની ફેવરિટ છે. હજારો એપિસોડ બાદ પણ આ સીરિયલ બહોળો દર્શક વર્ગ ધરાવે છે. જેઠાલાલ, દયા બેન અને બાપુજી સહિતના પાત્રો ઘરે ઘરે જાણીતા છે. ચંપક લાલ (બાપુજી) બનતા અમિત ભટ્ટ લોકોના મનમાં આગવું સ્થાન ધરાવે છે. એક દાયકાથી વધુ સમયથી મનોરંજન કરતી આ સીરિયલે અનેક ઉતાર-ચઢાવ જાેયા છે. અનેક પાત્રોના કલાકારો બદલાય ગયા છે, પરંતુ બાપુજીનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ આજે પણ લોકોને હસાવે છે.

ત્યારે અહીં તેમના રસપ્રદ કિસ્સા વર્ણવવામાં આવ્યો છે. જેમાં તેમની શા માટે ડૉક્ટર પાસે જવું પડ્યું તે અંગે જાણકારી આપવામાં આવી છે. અમિત ભટ્ટ શરૂઆતથી જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ રહ્યા છે. રિયલ લાઈફમાં અમિત ભટ્ટના વાળ ઘાટા કાળા છે, પરંતુ આ સીરિયલમાં બાપુજીના રોલમાં અમિત ભટ્ટની ટાલ બતાવવાની હતી. કહેવાય છે કે અમિત ભટ્ટે સીરિયલના મેકર્સને પોતાના રોલમાં પરફેક્શન લાવવા માટે આઈડિયા જણાવ્યો હતો. અમિત ભટ્ટે સૂચવ્યું હતું કે, તે આ ભૂમિકામાં સંપૂર્ણતા લાવવા માટે સાચે જ માથું મુંડાવશે.

અમિતનો આ આઈડિયા બધાને ગમ્યો, બસ પછી શું થયું, જેવું શૂટિંગ શરૂ થયું કે તરત જ અમિતે દર બે-ત્રણ દિવસે પોતાનું માથું મુંડાવવાનું શરૂ કરી દીધું. જાેકે, થોડા જ સમયમાં અમિતને કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. બાપુજીના રોલમાં પરફેક્શન લાવવા માટે અમિતે એક વાર નહીં પરંતુ ૨૮૩ વખત માથું મુંડાવ્યું હતું. આટલી વખત માથું મુંડન કરાવવાના કારણે અમિતને સ્કિનમાં ગંભીર ઇન્ફેક્શન થયું હતું અને તેમને ડોક્ટર પાસે જવું પડ્યું હતું. ત્યારે ડોક્ટરોએ અમિતને માથું મુંડન ન કરાવવાની તાકીદ કરી હતી. કહેવાય છે કે આ પછી જ સીરિયલના મેકર્સે અમિતને ગાંધી કેપ્સ પહેરાવવાનું શરૂ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/