fbpx
બોલિવૂડ

ફિટ હોવા છતા પણ સુષ્મિતા સેનને કેમ હાર્ટ એટેક આવ્યો?.. શું હતું કારણ?..

અભિનેત્રી સુષ્મિતા સેનની ગણતરી બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાં થાય છે. ભાગ્યે જ કોઈ માની શકે કે, સુષ્મિતા સેનને થોડા દિવસ પહેલા જ હાર્ટ એટેક આવ્યો હતો. સુષ્મિતાએ ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં સુષ્મિતાએ લખ્યું હતુ કે, ‘થોડા દિવસો પહેલા મને હાર્ટ એટેક આવ્યો હતો અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે, અને સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યો છે, જાેકે, સૌથી અગત્યની વાત એ કે, મારા કાર્ડિયોલોજિસ્ટે પુષ્ટિ કરી છે કે, મારું હૃદય મોટું છે.’ આ પછી સુષ્મિતાએ પોતાના શુભેચ્છકોનો પણ આભાર માન્યો હતો.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, આજકાલ હાર્ટ એટેક કેમ આટલો સામાન્ય બની ગયો છે અને ફિટ લોકોને પણ હાર્ટ એટેક કેમ આવતો હોય છે? શારીરિક રીતે ફિટ હોવા છતાં જાે તમે સતત તણાવમ હોવ તો હાર્ટ એટેકનું જાેખમ વધી શકે છે. તણાવ કે ચિંતા સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આવી સ્થિતિમાં તણાવમાંથી મુક્તિ મેળવવાના પ્રયાસો કરવા જાેઈએ. સંગીત, વ્યાયામ, યોગ અને ધ્યાન વગેરે તણાવ દૂર કરવામાં મદદ કરી શકે છે. વ્યાયામ કરવાથી સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે, અને વ્યક્તિ પણ ફિટ રહે છે. પરંતુ, વધુ પડતા ઈન્ટેસ વર્કઆઉટ પણ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. હૃદયની તંદુરસ્તી જાળવવા માટે દરરોજ ૧૫૦ મિનિટની કસરત પૂરતી છે. આના કરતાં વધુ કસરત કરવામાં આવે તો હૃદયની તકલીફો શરૂ થઈ શકે છે.

ખોરાકમાં ખાંડ, પ્રાણીની ચરબી, પ્રોસેસ્ડ ફૂડ અને ટ્રાન્સ ફેટનું વધુ પ્રમાણ પણ હૃદયરોગનું જાેખમ વધારે છે. આ ખોરાક કોલેસ્ટ્રોલ અને સ્થૂળતાનું કારણ બને છે અને હાર્ટ એટેકનું જાેખમ વધારે છે. આના કરતાં વધુ સારું, ફળો, શાકભાજી, ફાઈબર અને આરોગ્યપ્રદ તેલ જ તમારા ખોરાકમાં સામેલ કરવા જાેઈએ. હાર્ટ એટેક જેવી બાબતોમાં પણ પારિવારિક ઇતિહાસ જાેવા મળે છે. જાે તમારા પરિવારમાં કોઈને હાર્ટ એટેક આવ્યો હોય, તો એવી શક્યતા છે કે, તમને પણ હાર્ટ એટેક આવી શકે છે, ખાસ કરીને જાે તમારા ભાઈ, બહેન, પિતા, માતા કે દાદા વગેરેને હાર્ટ એટેક આવ્યો હોય. જાેકે, તેનુ જાેખમ મોટે ભાગે ૫૦ વર્ષની ઉંમર પછી વધે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/