fbpx
બોલિવૂડ

Oscar દીપિકાની સ્પીચ સાંભળીને કંગના રનૌતે કરી દીધું એવું ટિ્‌વટ.. કે આવું કોઇએ વિચાર્યુ નહીં હોય

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ ઇઇઇ એ ૯૫મા ઓસ્કાર એવોર્ડ શોમાં ધમાલ મચાવી હતી. ફિલ્મના સોન્ગ ‘નાટૂ નાટૂ’ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે, જેના પછી લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ સાથે જ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ ઓસ્કારમાં ભારતનું સન્માન વધાર્યું છે. આ સાથે તેણે ઇઇઇના સોન્ગ નાટૂ-નાટૂના વખાણ કર્યા છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું એક ટિ્‌વટ સામે આવ્યું છે જે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તેના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પર એક ટિ્‌વટ કર્યું છે જેમાં તેણે દીપિકા પાદુકોણના જાેરદાર વખાણ કર્યા છે. કંગનાએ લખ્યું, ‘દીપિકા પાદુકોણ કેટલી સુંદર છે

. આખા દેશની સાથે ઊભા રહેવું, તમારી છવિ, પ્રતિષ્ઠાને એ નાજુક ખભા પર લઈ જવા અને આટલા શાલીનતા અને આત્મવિશ્વાસ સાથે બોલવું સહેલું નથી. દીપિકા તે વાતની સાક્ષી આપે છે કે ભારતીય મહિલાઓ સર્વશ્રેષ્ઠ છે. કંગના રનૌતના આ ટિ્‌વટ પર ફેન્સ ધડાધડ રિએક્શન આપી રહ્યા છે. કંગનાનો આ અંદાજ બધાને પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે કંગના રનૌતે પણ ઇઇઇની ટીમને ઓસ્કાર જીતવા બદલ શુભેચ્છા પાઠવી છે. આ સાથે એક્ટ્રેસે કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાની ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ પર પણ રિએક્ટ કર્યુ છે. તે જાણીતું છે કે કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરેક મુદ્દા પર પોતાનો બિંદાસ અભિપ્રાય વ્યક્ત કરે છે. જાે કે ઘણી વખત કંગનાને આ કારણે ટ્રોલ પણ કરવામાં આવે છે. પરંતુ હવે કંગના રનૌતને આ બાબતોની પરવા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/