fbpx
બોલિવૂડ

મનોજ જાેશી દર્શન કરવા પહોંચ્યા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર

મનોજ જાેશી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે. તેણે ઘણી શાનદાર ફિલ્મો દ્વારા લોકોને ખૂબ હસાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર બોલિવૂડના ઘણા સ્ટાર્સ ઘણા પ્રખ્યાત મંદિરોની મુલાકાત લેતા રહે છે. મંગળવારે મનોજ જાેશી ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વરના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે દર્શન કર્યા હતા અને બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. મહાકાલ મંદિરમાં ફિલ્મી કલાકારોના દર્શનની પ્રક્રિયા ચાલુ છે. અભિનેતા મનોજ જાેશીએ નંદીહાલમાં બેસીને બાબા મહાકાલની ભસ્મ આરતીનો આનંદ માણ્યો હતો, ત્યારબાદ તેમણે ગર્ભગૃહ બાબા મહાકાલની પૂજા અને અભિષેક પણ કર્યો હતો.

બાબા મહાકાલના દર્શન કર્યા બાદ ફિલ્મ અભિનેતા મનોજ જાેશીએ મીડિયાને જણાવ્યું કે, “હું બાબા મહાકાલનો વિશિષ્ટ ભક્ત છું. બાબા મહાકાલ મારા ભગવાન છે. બાબા મહાકાલની ભસ્મ આરતી કરીને ખૂબ જ આનંદ થયો. મેં બાબા મહાકાલની ભસ્મ આરતીના શુભ દર્શન કર્યા જેનાથી મને દિવ્ય અનુભૂતિ થઈ.” તેણે કહ્યું કે, હું બાબા મહાકાલના દર્શન કરવા આવ્યો છું. મેં ગર્ભગૃહમાં બાબા મહાકાલનો રુદ્રાભિષેક કર્યો અને પછી નંદી હોલમાં રુદ્ર પાઠ કર્યો. તેણે એમ પણ કહ્યું કે, “મારી નવી ફિલ્મ અને વેબ સિરીઝ આવવાની છે, જેની સફળતાની સાથે મેં પરિવાર અને દેશની સુખાકારીની કામના કરી છે. મેં બાબા મહાકાલને આપણા રાષ્ટ્રના વિશ્વ ગુરુ બનવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

૨૦૦૩માં પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’થી મનોજ જાેશીનું નસીબ ચમક્યું હતુ. આ ફિલ્મમાં તેણે કોમેડી રોલ કર્યો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ રોલ પછી તેને ઘણી ફિલ્મોમાં કોમેડી રોલ કરવાનો મોકો મળ્યો. તે ‘હુલચલ’, ‘ધૂમ’, ‘ભાગમ ભાગ’, ‘ફિર હેરા ફેરી’, ‘ચુપ ચુપ કે’, ‘ભૂલ ભુલૈયા’ અને ‘બિલ્લુ બાર્બર’ જેવી ફિલ્મોમાં જાેવા મળ્યો હતો અને તે એક એવા અભિનેતા તરીકે ઓળખાયો હતો જે દરેકને હસાવી શકે છે.

તેણે દરેક ફિલ્મમાં એક કરતાં વધુ રસપ્રદ પાત્રો ભજવ્યા. મનોજ જાેશીએ નાના પડદા પર પણ પોતાના અભિનયની છાપ છોડી છે. અભિનેતાએ ‘એક મહેલ હો સપનો કા’, ‘ચાણક્ય’, ‘ખિચડી’ અને ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’ જેવી ટીવી સિરિયલોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તે જ સમયે, તે નેટફ્લિક્સ પર ‘મેજિશિયન’માં પણ જાેવા મળ્યો હતો. મનોજ જાેશીને ભારતીય સિનેમા અને થિયેટરમાં તેમના યોગદાન માટે વર્ષ ૨૦૧૮ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/