fbpx
બોલિવૂડ

આ સ્ટારની એક સલાહે બદલી નાંખી કપિલ શર્માની જિંદગી, ના આપી હોત તો,.. કરિયર બરબાદ હોત..

કપિલ શર્માને આજના સમયમાં કોઈ ઓળખની જરૂર નથી. ટેલિવિઝનની દુનિયામાં દુનિયાના નંબર-૧ કોમેડિયન કપિલે આ મુકામ સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરી છે. અલબત્ત, એક સમય એવો પણ હતો, જ્યારે કપિલ પોતાના ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો. આ દરમિયાન તેને દારૂની ખરાબ લત લાગી ગઈ હતી. તાજેતરમાં જ તેણે દારૂની લત અને ડિપ્રેશન સહિતના મુદ્દે ખુલીને વાત કરે છે. કપિલનું કહેવું છે કે, એક સમયે તે પોતાનું ઘર છોડીને કામ પર જવા માંગતો ન હતો. આ સમય દરમિયાન કપિલની ખરાબ છાપ પડતી હતી.

કારણ કે તેના અભદ્ર વર્તનને કારણે ઘણીવાર શૂટિંગમાં વિલંબ થતો હતો. આજતકને આપેલા ઇન્ટરવ્યુમાં કપિલને પૂછવામાં આવ્યું હતું કે, શું તેના શોમાં મહેમાન તરીકે કોઈ મોટા મૂવી સ્ટાર્સેને બહુ રાહ જાેવડાવી હોય અને તેના કારણે મહેમાને વાંધો ઉઠાવ્યો હોય એવું ક્યારેય બન્યું છે? કપિલે કબૂલ્યું હતું કે, તેના માનસિક સ્વાસ્થ્યને કારણે કામમાં વિક્ષેપ પડ્યો હતો. પરંતુ તેણે એમ પણ કહ્યું હતું કે કોઈએ વાંધો ઉઠાવ્યો નહોતો. તેણે છેલ્લી ઘડીએ શૂટિંગ રદ્દ કરતા શાહરૂખે કેવી પ્રતિક્રિયા આપી હતી તે અંગે પ્રકાશ પાડ્યો હતો. તેણે કહ્યું કે, તમે નશામાં હોવ હોવ ત્યારે તમને આત્મવિશ્વાસુ હોવ છો, પરંતુ જ્યારે તમે શાંત થાવ ત્યારે વાસ્તવિકતા તમારી સામે આવે છે.

મારી ભૂલ એ છે કે હું મને સારું લાગે તે માટે દારૂ પીતો હતો. કપિલે યાદ કરતા કહ્યું કે, તેણે ઇવેન્ટ રદ્દ કરી હતી. જેના માટે તેણે લાખો રૂપિયા ચૂકવ્યા હતા. તે સમયે તે ઇવેન્ટ કરવાની સ્થિતિમાં નહોતો. ઇવેન્ટ કેન્સલ કરતા સેલિબ્રિટીનું રીએકશન કેવું હતું તેના જવાબમાં તેણે કહ્યું કે, કપિલે કહ્યું, કોઈને ગુસ્સો નહોતો આવ્યો. મારા શોનું ફોર્મેટ એવું છે કે હું પ્રયત્ન કરું તો પણ મોડું થઈ શકતું નથી. અમારે દિવસ દરમિયાન એકથી વધુ સેગમેન્ટ્‌સનું શૂટિંગ કરવું પડે છે. પરંતુ હા, એવો પણ સમય હતો જ્યારે હું છેલ્લી ઘડીએ પીછેહઠ કરતો હતો.

કારણ કે, મને લાગતું ન હતું કે હું તે કરી શકીશ. જ્યારે શાહરુખ ખાનનું શૂટિંગ કેન્સલ થયું ત્યારે ત્રણ-ચાર દિવસ બાદ તે મને મળ્યો હતો. શાહરૂખે પૂછ્યું, ડ્રગ્સ લે છે?.. તે જાણો.. કપિલ વધુમાં કહે છે કે, કદાચ એક કલાકાર તરીકે તે સમજી ગયો હતો કે શું થઈ રહ્યું છે. છેવટે તો તે સુપરસ્ટાર છે અને તેણે આ ઇન્ડસ્ટ્રીમાં બધું જ જાેયું છે. તેણે મને તેની કાર પાસે બોલાવ્યો, અમે એક કલાક સુધી બેઠા અને વાતો કરી. તેણે મને પૂછ્યું, ડ્રગ્સ લે છે? મેં તેને કહ્યું કે હું ડ્રગ્સ લેતો નથી, પણ હવે મને કામ કરવાનું મન થતું નથી. તેણે મને કેટલીક ખૂબ સરસ વાતો કહી, મને સલાહ આપી. પરંતુ આ એવી પરિસ્થિતી છે, જ્યાં સુધી તમે ન ઈચ્છો ત્યાં સુધી સુધરી શકતા નથી. કપિલે વધુમાં જણાવ્યું હતું કે તે લગભગ બે વર્ષ બાદ ડિપ્રેશનમાંથી બહાર આવ્યો હતો. તે સમયે તેની પત્નીએ તેને તેની સાથે યુરોપ જવાની ફરજ પાડી હતી, જ્યાં તેને સામાન્ય વ્યક્તિની જેમ જીવવું કેવું છે તે સમજાયું હતું. ત્યારબાદ કપિલ નાના પડદે પાછો ફર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/