fbpx
બોલિવૂડ

ગેંગ્સ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકીથી નથી ડરતો સલમાન ખાન, કડક સુરક્ષા સામે ઉઠાવ્યો વાંધો

બોલિવૂડના ‘ભાઈજાન’ હાલ ફિલ્મો નહીં પરંતુ અલગ જ કારણોથી ચર્ચામાં છે. સલમાન ખાનના જીવવને જાેખમ જણાવવામાં આવી રહ્યુ છે. એક્ટરને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. ગયા શનિવારે બપોરે ઈ-મેલ દ્વારા સલમાન ખાનને મારી નાંખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદથી જ એક્ટરનમી સુરક્ષા વધારી દેવામાં આવી છે. સલમાન ખાનના ઘરની બહાર પોલીસની ચોકીદારી છે. દરેક વસ્તુઓ પર ઝીણવટરી નજર રાખવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે હાલ એક્ટરનું રિએક્શન સામે આવ્યુ છે.

સમગ્ર બાબતને લઈને સલમાન ખાનના નજીકના સૂત્રનું કહેવું ચે કે એક્ટરને આ ધમકીઓથી ડર નથી લાગતો. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, સલમાન ખાનના નજીકના વ્યક્તિએ જણાવ્યુ, ‘ભાઈજાન આ તમામ વસ્તુઓને ખૂબ જ નોર્મલ રીતે લઈ રહ્યા છે. તે આ તમામ વસ્તુઓથી કોઈ ફરક ના પડવાની એક્ટિંગ પણ કરી રહ્યા છે, જેથી તેના માતા-પિતાને કોઈ તકલીફ ના થાય. એટલું જ નહીં, એક્ટરની સાથે-સાથે ફેમિલીના પણ ઘણાં સભ્યો પોતાના ચહેરા પર ડર કે પરેશાની દેખાવા નથી દેતા. સલમાન ખાનના પિતા સલીમ ખાન ખૂબ જ શાંત દેખાઈ રહ્યાછે પરંતુ આખો પરિવારની જાણે રાતોની ઊંઘ ઉડી ગઈ છે.’ રિપોર્ટ અનુસાર, સલમાન ખાનની નજીકના વ્યક્તિનું કહેવું છે કે એક્ટર પોતાને મળેલી સુરક્ષાની પણ વિરોધમાં છે.

નજીકના વ્યક્તિએ કહ્યુ, “સલમાનને લાગે છે કે આ પ્રકારની સુરક્ષાને વધારીને ધમકી આપનારને વધારે અટેન્શન આપવામાં આવી રહ્યુ છે. તે કહે છે, જેટલું તમે ડરીને સુરક્ષા વધારશો, તે એટલો જ પોતાના પ્લાનમાં સક્સેસફુલ થશે. એક્ટરનું માનવું છે કે, જે જ્યારે થવાનું છે તે થઈને જ રહેશે. પરંતુ, ફેમિલી પ્રેશરના કારણે તેણે પોતાના બહારના તમામ પ્લાનને રદ્દ કરી દીધાં છે.

બસ તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’ના કામના શેડ્યુલમાં બદલાવ નથી કર્યો. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે.” જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લોરેન્સ બિશ્નોઈનો એક ઈન્ટરવ્યુ ખૂબ જ ચર્ચામાં હતો. જેલની અંદરથી એબીપી ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ખુલ્લેઆમ સલમાન ખાનને મારવાની વાત કહી હતી. વળી, હવે શનિવારે એક્ટરને ધમકી ભર્યો મેઇલ મળ્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ અને રોહિત બરાડની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આ સંપૂર્ણ મામલે જરા પણ ઢીલ મુકવાના મૂડમાં નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/