fbpx
બોલિવૂડ

ભૂકંપના ઝાટકાથી દિવ્યાંકા ત્રિપાઠીને આવી મજા, એક્ટ્રેસનો વીડિયો જાેઈ લોકોએ ટ્રોલ કરી

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી પોતાના પેન્સની વચ્ચે ચર્ચામાં રહેવા માચે અવાર-નવાર શાનદાર પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં તેણી ઈન્સ્ટા લાઈવને લઈને ટ્રોલ થઈ રહી છે. આ વીડિયો તેણીએ ભૂકંપના ઝાટકા અનુભવ કર્યા બાદ શેર કર્યો હતો. એક્ટ્રેસે ભૂકંપ દરમિયાન એવું રિએક્શન આપ્યું જેના કારણે લોકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.

જાેકે, ઘણાં લોકો એક્ટ્રેસને સપોર્ટ પણ કરી રહ્યા છે. હકીકતમાં, મંગળવારે ઉત્તર ભારતમાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે અમુક સેકન્ડ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન ઘણા લોકો પોતાના ઘર અને બિલ્ડિંગ્સની બહાર નીકળી ગયા હતાં. તે દરમિયાન દિવ્યાંકાએ આ વીડિયો શેર કર્યો હતો. તેણી કોઈ સંબંધીના ઘરે આવી હતી અને જેવા ભૂકંપના ઝાટકા શરુ થયા કે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને કહ્યુ કે તેણી ખૂબ જ એક્સાઇટેડ ફીલ કરી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસ કહે છે કે, ‘આ ખૂબ જ રોમાંચક છે કારણકે, હું મારા જીવનનો પહેલો ભૂકંપનો ઝાટકો અનુભવી રહી છુ… સોસાયટીમાંથી તમામ લોકો નીચે આવી ગયા છે. આ એક્સાઇટિંગ છે. હાલ પૂરતું, જ્યાં સુધી વધારે નથી થતું’ ત્યારબાદ તેણી આજુબાજુના લોકોના પણ રિએક્શન લે છે.

દિવ્યાંકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોને આ વીડિયો ખૂબ જ અસંવેદનશીલ લાગે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે દિવ્યાંકાનો આ વીડિયો શેર કરી તેના પર નારાજગી દર્શાવી છે અને એક્ટ્રેસને ભૂકંપથી થયેલા નુકસાનની યાદ અપાવી છે. જાેકે, ઘણા લોકો એક્ટ્રેસના સપોર્ટમાં પણ આવી રહ્યા છે અને કહ્યુ કે તેણીએ વીડિયોમાં કહ્યુ કે આ ત્યાં સુધી એક્સાઇટિંગ છે જ્યાં સુધી વધારે નથી થતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/