fbpx
બોલિવૂડ

સલમાનને શોમાં બોલાવીને નહોતો અપાયો એવોર્ડ, દબંગ સ્ટારે આ રીતે શોની ખોલી પોલ

સલમાન ખાનને ભાઇજાન અને દબંગ ખાનના નામથી ઓળખવામાં આવે છે. કારણ કે તેનો અંદાજ અને સ્ટાઇલ પણ જરા હટકે છે. સલમાન કોઇપણ વાત સામે કહેવાની હિંમત રાખે છે અને કોઇની પણ પોલ ખોલવામાં તે પાછું વળીને જાેતો નથી. હાલ સલમાન પોતાના એક શોકિંગ નિવેદન બાદ ફરી એક વખત ચર્ચામાં આવી ગયો છે. હકીકતમાં સલમાન ખાને એવોર્ડ શોઝની પોલ ખોલી નાંખી છે. જેમાં તેમને એવોર્ડ આપવામાં આવશે તેમ કહીને બોલાવવામાં આવ્યો અને પછી જે થયું તેના ભાઇજાન ગુસ્સામાં લાલઘૂમ થઇ ગયો. સલમાન ખાને એવોર્ડ શો પોતાની સાથે થયેલા બનાવ અંગે જણાવ્યું કે, મને એક એવોર્ડ શોમાં તેમ કહીને બોલાવવામાં આવ્યો કે અમે તમને એવોર્ડ આપીશું. હું ત્યાં મારા પરીવાર સાથે પહોંચ્યો. જેવું નોમિનેશન જાહેર થયું અને મારું નામ બોલાયું બેસ્ટ એક્ટર છે… સલમાન ખાન, આ સાંભળીને હું ઊભો થઇ ગયો અને પછી બીજું એક નામ બોલાયું. જેકી શ્રોફને તે એવોર્ડ આપી દેવામાં આવ્યો.

તે એવોર્ડ મને મળવાનો હતો. આ જાેઇ મારા પિતા પણ ચોંકી ગયા કે આ શું છે. સલમાને આગળ જણાવ્યું કે, હું સ્ટેજ પર પહેલીવાર પર્ફોમ કરવાનો હતો. મે બેકસ્ટેજ જઇને કહ્યું કે, ‘હું આ નહીં કરું. તમે મારી સાથે ખોટું કહ્યું છે. મને કોઇ ફરક નથી પડતો. તમે મને એવોર્ડ આપવાનું કહીને જેકીને એવોર્ડ આપી દીધો. હું પણ માનું છું કે તેમણે ‘પરીંદા’ ફિલ્મમાં ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ તમે લોકોએ મારી સાથે ખોટું કર્યું છે. તમે તો મારા પિતાના મિત્ર છો.’ સલમાને જ્યારે પર્ફોમન્સ કરવાની ના પાડી દીધી, ત્યારે એક વ્યક્તિએ હસીને તેને પૈસા ઓફર કર્યા. એક્ટરને ઓરીજનલ ફી કરતા ૫ ગણા વધુ પૈસા આપવામાં આવ્યા. તે શખ્સે આ અંગે બહાર કોઇને પણ વાત કરવાની મનાઇ કરી દીધી. જાેકે, સલમાને વર્ષો બાદ આ વાત લોકો સામે કહી દીધી છે. તેણે પોતાની વાત પૂર્ણ કરતાં કહ્યું કે, ખોટા વ્યક્તિને કહી રહ્યા છો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ઇદ ૨૦૨૩ પર ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ ફિલ્મ સાથે દર્શકોને ઇદની ભેટ આપશે. આ ફિલ્મમાં પૂજા હેગડે, સાઉથ સ્ટાર વેંકટેશ, ભૂમિકા ચાવલા, સિદ્ધાર્થ નિગમ, શેહનાઝ ગિલ અને પલક તિવારી જેવા સ્ટાર્સ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/