fbpx
બોલિવૂડ

સલમાન ખાને જાહેરમાં શહેનાઝને આપી એવી સલાહ કે સન્ન રહી ગઇ શહેનાઝ

ગઈકાલે જ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકોને આ ટ્રેલર ખૂબ જ પસંદ આવ્યું છે અને તેની ચર્ચા પણ કરવામાં આવી રહી છે. આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટને પણ રિસ્પોન્સ મળી રહ્યો છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન સલમાન ખાનની સાથે શહેનાઝ ગિલ, પલક તિવારી, ભૂમિકા ચાવલા, વિજેંદર સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ સહિત અન્ય સેલિબ્રિટીઝ પણ હાજર રહ્યા હતા. ત્યારે સલમાન ખાને શહનાઝ ગિલ વિશે એવી વાત કહી છે કે, જે ચર્ચાનો વિષય બની ગઈ છે. શું છે સમગ્ર મામલો?.. તે જાણો… શહેનાઝ ગિલનું નામ દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે જાેડવામાં આવે છે. શહેનાઝ ગિલની સિદ્ધાર્થ શુક્લા પહેલી મુલાકાત બિગબોસ સીઝન ૧૩ દરમિયાન થઈ હતી. આ શોમાં શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જાેડી લોકોને પસંદ આવી હતી. ફેન્સ આ જાેડીને સિડનાઝ કહીને બોલાવતા હતા. ખબરોની માનવામાં આવે તો તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા,

પરંતુ આ શક્ય બની શક્યું નહોતું. સિદ્ધાર્થના ગયા પછી પણ શહેનાઝ ગિલ હંમેશા સિદ્ધાર્થને યાદ કરતી રહે છે. શહેનાઝ ગિલના મોઢા પર હંમેશા સિદ્ધાર્થ શુક્લાનું નામ હોય છે. તેની કોઈપણ સ્પીચ કે ઈન્ટરવ્યૂમાં પણ સિદ્ધાર્થ શુક્લાનો ઉલ્લેખ કરવામાં આવે છે. કહેવાનાં આવી રહ્યું છે કે, સિદ્ધાર્થ શુક્લાના અવસાનને ૨ વર્ષ થવા છતાં પણ શહેનાઝ સિદ્ધાર્થને ભૂલી શકી નથી. આ વાત સલમાન ખાનથી કેવી રીતે છુપી રહી શકે? ત્યારે સલમાન ખાને શહેનાઝને મૂવ ઓન કરવાની સલાહ આપી છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન શહેનાઝને પૂછવામાં આવ્યું હતું કે, તે લાઈફમાં કેટલી આગળ વધી શકી છે? શહેનાઝ આ સવાલનો જવાબ આપી રહી હતી, ત્યારે જ સલમાન ખાને શહેનાઝને ટોકી હતી અને કહ્યું હતું કે, ‘મૂવ ઓન શહેનાઝ, મૂવ ઓન કર, જે થવાનું હતું તે થઈ ગયું, મૂવ ઓન.’ સલમાન ખાનના મોઢેથી આ પ્રકારની વાત સાંભળીને શહેનાઝ થોડી દંગ રહી જાય છે અને કહે છે કે, ‘હું સમજી નહીં સલમાન સર.’ ત્યારે ફરી સલમાન ખાન કહે છે કે, ‘હું કહું છું હવે આગળ વધી જા.’ જેના જવાબમાં શહેનાઝ કહે છે ‘મૂવ ઓન થઈ ગઈ’. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ૨૧ એપ્રિલના રોજ રિલીઝ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/