fbpx
બોલિવૂડ

કંગના રનૌતની ઝપટે આવ્યો કારણ જાેહર, કંગના રનૌતે કહી દીધું ‘આગળ જુઓ શું શું થાય છે”

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને ફિલ્મમેકર કરણ જાેહર વચ્ચે ચાલી રહેલી કોલ્ડ વોર અટકવાનું નામ નથી લઈ રહી. કંગના ઘણીવાર કરણ જાેહર વિરુદ્ધ ખુલ્લેઆમ બોલતી જાેવા મળે છે. તે જ સમયે, આના પર, ફિલ્મ મેકરે પણ થોડા દિવસ પહેલા એક્ટ્રેસનું નામ લીધા વિના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એક્ટ્રેસને જવાબ આપ્યો હતો. જે બાદ ફરી એકવાર બોલિવૂડની ક્વીને ખૂબ જ રસપ્રદ અંદાજમાં જવાબ આપ્યો છે. શું છે સમગ્ર મામલો? કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરીને ફરી એકવાર કરણ જાેહર પર નિશાન સાધ્યું છે. પોતાની સ્ટોરીમાં ફિલ્મ મેકરની પોસ્ટનો જવાબ આપતા એક્ટ્રેસે લખ્યું, ‘એક સમય હતો જ્યારે આ ચાચા ચૌધરી નેપો માફિયા સાથે મળીને નેશનલ ટીવી પર મારું અપમાન કરતા હતા કારણ કે હું ત્યારે અંગ્રેજી બોલી શકતી નહોતી… આજે તેની હિન્દી જાેઈને , મેં વિચાર્યું, હજુ તો ફક્ત તમારી હિન્દી સુધારી છે.. આગળ આગળ જુઓ શું શું થાય છે.’

તમને જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા જ કરણ જાેહરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાંબી નોટ શેર કરી હતી. તેણે આ નોટમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ તેને તેના પર લાગેલા દરેક આરોપનો જવાબ માનવામાં આવી રહ્યો છે. સ્ટોરી શેર કરતાં, ફિલ્મ મેકરે શાયરાના અંદાજ લખ્યું, ‘લગા લો ઇલ્ઝમ… હમ ઝૂકને વાલો મે સે નહીં, જૂઠ કે બન જાઓ ગુલામ… હમ બોલને વાલો મે સે નહીં…. જીતના નીચા દિકાઓગે. , જિતને આરોપ લગાઓગે… હમ ગિરને વાલો મેં સે નહીં. હમારા કરમ હમારી વિજય હે, આપ ઉઠા લો તલવાર…હમ મરને વાલો મેં સે નહીં.’ કંગના રનૌતે આ સ્ટોરીનો સ્ક્રીનશોટ લઈને કરણ જાેહર પર વળતો પ્રહાર કર્યો છે. જાે કે તમને જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી. એક્ટ્રેસ ફિલ્મ મેકર વિરુદ્ધ બોલવાની એક પણ તક છોડતી નથી. બીજી તરફ જાે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરણ જાેહર લાંબા સમય બાદ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ સાથે ડિરેક્ટર તરીકે વાપસી કરી રહ્યો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ લીડ રોલમાં જાેવા મળશે. તો કંગના તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને કારણે ચર્ચામાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/