fbpx
બોલિવૂડ

‘તારક મહેતા..’ શોના મેકર્સ સામે શૈલેશ લોઢાએ કરી ફરિયાદ, શું છે સમગ્ર બાબત.. જાણો

ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અવાર-નવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. જાેકે, છેલ્લા ઘણાં સમયથી એક-એક કરીને ઘણાં એક્ટર્સ સીરિયલને અલવિદા કહી રહ્યા છે. શોમાં ‘તારક મહેતા’નો લીડ રોલ પ્લે કરનારા શૈલેશ લોઢાએ ગયા વર્ષે સીરિયલનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. શૈલેશ લોઢાના શો છોડ્યાનું એક વર્ષ થઈ ચુક્યુ છે. તેણે ગયા વર્ષે એપ્રિલમાં પોતાનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. પરંતુ, હજુ સુધી તેણે પોતાના ૧ વર્ષના કામ કર્યાની કોઈ ફી મળી નથી. હવે લેટેસ્ટ એપિસોડ અનુસાર શૈલેશ લોઢાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ સામે લીગલ એક્શન લેવાનું મન બનાવી લીધું છે. આ વર્ષે જાન્યુઆરીમાં રિપોર્ટ્‌સ આવી હતી કે, શૈલેશ આશરે ૬ મહિનાથી પોતાની ફીસ માટે રાહ જાેઈ રહ્યો છે. આ સંબંધે તેણે ઘણીવાર સીરિયલના મેકર્સ સાથે પણ વાત કરી, પરંતુ વાતનું નિષ્કર્ષ આવ્યું નથી. તેને હજુ સુધી પોતાની બાકી રકમ મળી નથી. એવામાં તેણે ‘તારક મહેતા’ના ડિરેક્ટર અસિત મોદીની સામે ફરિયાદ નોંધાવી છે.

પોતાની ફરિયાદમાં તેમનું કહેવું હતું કે, અસિત મોદીએ હજુ સુધી ફી નથી આપી. તેમણે ‘નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ’ની પાસે પોતાની ફરિયાદ નોંધાવી હતી. તેમનું કહેવું હતું કે, અસિત સાથે બેસીને આ મુદ્દાને પતાવવા માંગે છે અને પોતાનો પગાર ઈચ્છે છે. શૈલેશે સેક્શન ૯ હેઠળ પોતાની ફરિયાદ નોંધાવી હતી. જેના પર મે મહિનામાં સુનાવણી થવાની છે. હવે હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, જ્યારે શૈલેસે આ બાબતે સવાલ કર્યો તો તેણે કહી દીધું કે તે આ મામલે કંઈ કહેવા નથી માંગતો. પરંતુ, હવે અસિતને આ વિશે સવાલ પુછ્યો તો તેણે કહ્યુ કે, તે હાલ ટ્રાવેલ કરી રહ્યો છે અને આ વિશે કંઈ કોમેન્ટ નહીં કરી શકે. ત્યારબાદ પ્રોજેક્ટ હેડ સોહેલ રમાનીનો સંપર્ક કરવામાં આવ્યો, તો તેણે કહ્યુ, ‘મારી પાસે આ મામલે કોઈ માહિતી નથી. જે કંઈ થયુ હતું, તો પહેલા જ મીડિયામાં આવી ગયું છે. શૈલેશ અમારા બધાં માટે પરિવાર જેવો છે. તેણે જ્યારે શો છોડ્યો તો અમે તેના ર્નિણયનું સન્માન કર્યુ હતું.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/