fbpx
બોલિવૂડ

સલમાને કેટરિનાને ડ્રેસ વિશે કર્યો આવો ઇશારો, આ વીડિયો થઇ રહ્યો છે વાયરલ

સલમાન ખાન અને કેટરિના કૈફના રસ્તા અલગ થઈ ગયા હશે. પરંતુ એક સમય એવો હતો જ્યારે કેટરીના કૈફ પ્રત્યે સલમાનની ચિંતા અને તેનો પ્રેમ તેની આંખોમાં ક્યાંક ને ક્યાંક ઝળકાઇ આવતો હતો. કેટરિના કૈફનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટરીના કૈફનો ડ્રેસ આગળથી સરકી જાય છે.આ પછી સલમાન ઈશારામાં કેટરિનાને ડ્રેસ વિશે કહે છે અને એક્ટ્રેસ કોઈક રીતે બધાની સામે પોતાનો ડ્રેસ સરખો કરે છે. કેટરીના કૈફ અને સલમાન ખાનનો આ વીડિયો તેમની ફિલ્મના પ્રમોશન સમયનો છે. બંને પોતાની ફિલ્મના પ્રમોશન માટે સ્ટેજ પર બેઠા છે અને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન સલમાન ખાન ઈશારામાં કેટરિનાને કંઈક કહે છે, જેના પછી કેટરિના થોડી પાછળની તરફ વળે છે અને બંને હસવા લાગે છે. વીડિયોમાં તમે જાેશો કે સલમાન કેટરીનાને તેના ડ્રેસ સરખો કરવા માટે ઈશારો કરી રહ્યો છે. એક્ટ્રેસ સલમાન ખાનના ઈશારાને સમજી જાય છે અને કેમેરાથી બચીને થોડી સાઇડમાં થઇને પોતાનો ડ્રેસ ઠીક કરવા લાગે છે. આ પછી કેટરીના અને સલમાન બંને હસવા લાગે છે. કેટરીના કૈફ અને સલમાન ખાન જલ્દી જ ‘ટાઈગર ૩’માં (્‌ૈખ્તીિ ૩) સાથે જાેવા મળશે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે, જેને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ છે. આ વખતે ઈમરાન હાશ્મી પણ ‘ટાઈગર ૩’માં હશે. જણાવી દઈએ કે, કેટરીના કૈફના લગ્ન પછી આ પહેલી ફિલ્મ હશે જેમાં સલમાન અને કેટરીના એકસાથે જાેવા મળશે. આ ફિલ્મના બંને પાર્ટ સુપરહિટ થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/