fbpx
બોલિવૂડ

ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌરનું વર્ષો બાદ કહ્યું એવું કોઈને વિશ્વાસ જ નહિ થાય

જ્યારે ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેઓ પરિણીત હતા અને તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરથી તેમને સંતાનો હતા. પ્રકાશ કૌરને ઘણું સહન કરવું પડ્યું હતું તેમ છતાં તેમણે ધર્મેન્દ્રને છૂટાછેડા આપ્યા નહીં અને હેમા માલિનીની સૌતન તરીકે પોતાનું જીવન જીવ્યું. જાે પ્રકાશ કૌરની જગ્યાએ બીજી કોઈ મહિલા હોત તો તેણે ધર્મેન્દ્રને છૂટાછેડા આપી દીધા હોત પરંતુ પ્રકાશ કૌરે આવું કેમ ન કર્યું? મોટાભાગના લોકોને લાગતું હશે કે પ્રકાશ કૌરે ધર્મેન્દ્રને તેના બાળકોને શ્રેષ્ઠ ઉછેર આપવા માટે છૂટાછેડા આપ્યા નહીં પરંતુ એ પણ સાચું છે કે તે ધર્મેન્દ્રને ખૂબ પ્રેમ કરતી હતી. તે તેને છોડવા તૈયાર ન હતી. ‘સ્ટારડસ્ટ’ને આપેલા એક જૂના ઈન્ટરવ્યુમાં પ્રકાશ કૌરે પોતાના બાળકોના ઉછેરની વાત કરી હતી. બાળકો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં પ્રકાશ કૌરે કહ્યું હતું કે, ‘હું બહુ ભણેલી અને સુંદર નથી પરંતુ મારા બાળકોની નજરમાં હું દુનિયાની શ્રેષ્ઠ મહિલા છું.

તેવી જ રીતે મારા માટે મારા બાળકો વિશ્વમાં શ્રેષ્ઠ છે. હું મારા બાળકોને સારી રીતે ઓળખું છું અને પૂરા આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે મારા બાળકોમાંથી કોઈ કોઈને નુકસાન પહોંચાડી શકે નહીં. પ્રકાશ કૌરને ધર્મેન્દ્રથી ચાર બાળકો છે, જેમના નામ સની દેઓલ, બોબી દેઓલ, અજિતા દેઓલ અને વિજેતા દેઓલ છે. સની અને બોબી બોલીવુડના પ્રખ્યાત કલાકારો છે. ધર્મેન્દ્રએ ૧૯૫૪માં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. ત્યારે તેમની ઉંમર લગભગ ૧૯ વર્ષની હતી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીને ફિલ્મ ‘તુમ હસીન મેં જવાન’ના સેટ પર પ્રેમ થઈ ગયો હતો ત્યારબાદ લગભગ ૧૦ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ ૧૯૮૦માં લગ્ન કરી લીધા હતા. હેમા માલિની અને પ્રકાશ કૌર સૌતન તો બની ગઇ પરંતુ એક જ ઘરમાં ક્યારેય રહ્યા નહીં. લગ્ન પછી ૮૭ વર્ષીય ધર્મેન્દ્રએ હેમા માલિનીને એક અલગ ઘર ખરીદીને આપ્યું, જ્યાં તે તેમની બે પુત્રી એશા દેઓલ અને આહાના દેઓલ સાથે રહે છે, જ્યારે ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌર તેમના ચાર બાળકો સાથે પૈતૃક ઘરમાં રહે છે. હેમા માલિની અને પ્રકાશ કૌરે એકબીજાથી અંતર રાખ્યું હતું પરંતુ તેઓ એકબીજાનું ખૂબ સન્માન પણ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/