fbpx
બોલિવૂડ

અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ જાહેર

બોલીવુડ અભિનેત્રી જિયા ખાનનો ૩ જૂન ૨૦૧૩ના રોજ મધરાતે મુંબઈના પોશ વિસ્તાર જૂહુના સાગર સંગીત બિલ્ડિંગમાં આવેલા તેના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અભિનેત્રી-મોડલ જિયા ખાન આત્મહત્યા કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે ૨૮ એપ્રિલના રોજ ચુકાદો આપ્યો.મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જીયા ખાન કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. આપને જણાવી દઈએ કે જીયાએ ૩ જૂન, ૨૦૧૩ના રોજ ડિપ્રેશન અને સૂરજ સાથેના પ્રેમમાં વિશ્વાસઘાતના કારણે આત્મહત્યા કરી લીધી હતી. પણ પુરાવાના અભાવમાં સુરજ પંચોલીનો આ કેસમાં નિર્દોષ છૂટકારો થયો છે. અત્રે જણાવવાનું કે ૨૫ વર્ષની ઉંમરમાં જિયા ખાને આત્મહત્યા કરી લીધી.

આ સમયે એવો હતો જ્યારે જિયાનું કરિયર પણ સારી રીતે ચાલી રહ્યું હતું. તેમ છતાં કરિયરનું વિચાર્યા કર્યા વિના તેણે આત્મહત્યા કરી લીધી. ૩ જૂન ૨૦૧૩ ના રોજ તેના ઘરમાંથી જિયા ખાનની લાશ મળી હતી. જ્યારે વાત સામે આવી હતી તો બોલીવુડમાં ખળભળાટ મચી ગયો હતો. જિયા ખાન આત્મહત્યા કેસમાં બોલીવુડના જાણીતા અભિનેતા આદિત્ય પંચોલીના દિકરા સુરજ પંચોલીને જેલની હવા પણ ખાવી પડી હતી. કારણ કે જીયા ખાનની માતા રાબીયાએ સુરજ પંચોલી પર ગંભીર આરોપ લગાવ્યા હતા ત્યાર પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં એવા ઘણા પુરાવા પણ મળ્યા છે જેના આધારે તેના ઉપર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો. આ પુરાવામાં સૌથી મોટો પુરાવો હતો જીયા ખાનની સુસાઇડ નોટ. જિયા ખાને પાંચ પન્નાની સુસાઇડ નોટ લખી હતી. જાેકે આ સુસાઇડ નોટમાં શું લખ્યું છે તે ક્યારેય મીડિયા સામે આવ્યું નહીં પરંતુ દાવો કરવામાં આવે છે કે તેમાં સુરજ પંચોલી વિરુદ્ધ જિયા ખાને ઘણા બધા ખુલાસા કર્યા હતા. જેના કારણે આ કેસને મજબૂતી મળી. જિયા અને સુરજ પહેલી વખત સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા હતા. શરૂઆતમાં મિત્રતા પછી થોડા જ સમયમાં બંને રિલેશનશિપમાં હતા. જિયા સૂરજ કરતા બે વર્ષ મોટી હતી.

સુરજ સાથેના સંબંધો વિશે જિયાની માતા રાબિયાને પણ ખબર હતી. થોડાક સમયમાં બંને એક સાથે રહેવા લાગ્યા હતા. તેવામાં જ્યારે ત્રણ જૂને જિયાએ આત્મહત્યા કરી ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ હતો કે સુરજ અને જિયા વચ્ચે આટલો પ્રેમ હતો છતાં પણ જિયાએ આત્મહત્યા શા માટે કરી ? આત્મહત્યાનું કારણ જાણવા માટે જે તપાસ થઈ અને તેમાં જે પુરાવા મળ્યા તેના આધારે ચાર્જશીટ દાખલ થઈ. જે અનુસાર ત્રણ જૂને જિયા સૂરજ સાથે વાત કરવા ઇચ્છતી હતી. તેણે સૂરજનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પરંતુ સૂરજ છે તેનો ફોન ઉપાડ્યો નહીં અને ન મેસેજ કર્યો. સુરજ તરફથી જવાબ ન મળતા જિયા સૂરજના ઘરે પણ ગઈ હતી ત્યાં પણ સુરજ તેને ન મળ્યો. જિયાએ આત્મહત્યા કરી તેના થોડા જ સમય પહેલા સૂરજે જીયાને મેસેજ કર્યો હતો. આ મેસેજમાં સુરજ એ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. કહેવાય છે કે આ મેસેજ મળ્યાના એક કલાક પછી જ જિયા ખાને આત્મહત્યા કરી લીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/