fbpx
બોલિવૂડ

વિડિયો બનાવતી વખતે ફેમસ youtuber નું થયું મોત, ૨૦૦ની આસપાસ હતી સ્પીડ!.. હેલ્મેટ ફાટ્યું, કાબૂમાં ન રહી બાઈક

એક ફેમસ ર્રૂેંેહ્વીિ નું ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે દિલ્હી સ્થિત યુટ્યુબર યમુના એક્સપ્રેસ વે પર ૨૦૦ની ઝડપે બાઇક ચલાવતી વખતે વીડિયો બનાવી રહ્યો હતો!.. આ જ સમયે બાઇક ડિવાઇડર સાથે અથડાઇ હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઉત્તર પ્રદેશના અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશન સ્થિત યમુના એક્સપ્રેસ વે પર એક યુટ્યુબર ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન યુટ્યુબરની બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજાે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મળતી માહિતી મુજબ, યુટ્યુબર અગસ્ત્ય પોતાની રેસિંગ બાઇક પર આગ્રાથી દિલ્હી જઈ રહ્યો હતો. દરમિયાન તેની બાઇકે કાબુ ગુમાવી દીધો હતો અને રસ્તામાં ડિવાઇડર સાથે અથડાઇ હતી. જાેકે યુટ્યુબરે હેલ્મેટ પહેરી હતી. આમ છતાં તેનો જીવ બચ્યો ન હતો. અકસ્માત દરમિયાન માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક અગસ્ત્ય ચૌહાણ દિલ્હીનો રહેવાસી હતો.

તે યુટ્યુબ ચેનલ ચલાવતો હતો. આ માટે તે વીડિયો બનાવતો હતો. યુટ્યુબ પર તેના કરોડો દર્શકો અને લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. યુટ્યુબર અગસ્ત્ય ચૌહાણ બાઇક ચલાવતી વખતે પ્રોફેશનલ વીડિયો બનાવતો હતો. તેણે તેના વીડિયોમાં ડિસ્ક્લેમર પણ મૂક્યું હતું અને લોકોને ઝડપથી વાહન ન ચલાવવાની ચેતવણી આપી હતી. યુટ્યુબર અગસ્ત્ય ચૌહાણ દિલ્હીમાં યોજાનારી લોંગ રાઈડ સ્પર્ધામાં ભાગ લેવા નીકળ્યો હતો. અગસ્ત્યએ તેની રેસિંગ બાઇક લગભગ ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવાનો પ્રયાસ કર્યો. અગસ્ત્ય બાઇક ચલાવતી વખતે વીડિયો પણ બનાવતો હતો. જ્યારે અગસ્ત્યએ યમુના એક્સપ્રેસવે પર પહેલીવાર ૨૦૦ની ઝડપે રેસિંગ બાઇક ચલાવી ત્યારે તે બાઇકને સંભાળી શક્યો નહોતો. આ દરમિયાન ડિવાઈડર સાથે અથડાતાં અગસ્ત્યનું મોત થયું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.ઈંઇૈંઁઁિર્ઇૈઙ્ઘીિ૧૦૦૦,જ્રઁિર્ઇૈઙ્ઘીિ_૧૦૦૦

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/