fbpx
બોલિવૂડ

શૈલેશ લોઢાની લીગલ નોટિસ પર પ્રોડ્યુસર અસિત મોદીએ મહેતા સાહેબ પર લગાવ્યો આરોપ!

પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ક્યારેક દયાબહેન તો ક્યારેક શૈલેશ લોઢાના કારણે ચર્ચામાં રહે છે. શોના પ્રોડ્યુસર અસિત મોદી અને શૈલેશ લોઢા વચ્ચે એકવાર ફરી વિવાદમાં આવી છે. બંને આમનેસામને ઉભા રહી ગયા છે. લાંબા સમય સુધી ચુપ્પી સાધ્યા બાદ હવે શૈલેશે સીધા અસિત મોદી સાથે લડી લેવાના મૂડમાં છે. ત્યારે જ તો ફીસ વિવાદને લઈને તેણે કાયદાકીય સહારો પણ લીધો છે. અસિત મોદીએ ઈ-ટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં શૈલેષ લોઢાની કાયદાકીય કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે તેને થોડા મહિના પહેલા નોટિસ મળી હતી. પરંતુ, આ નોટિસ કયા કારણોસર અને શા માટે મોકલવામાં આવી, તે તેઓ સમજી શક્યા નથી. નિર્માતાના જણાવ્યા મુજબ, તેણે ક્યારેય બાકી આવક ચૂકવવાનો ઇનકાર કર્યો નથી. પ્રોડક્શન કંપની શૈલેષ લોઢા સાથે તેમની બાકી ફી અંગે સતત વાત કરી રહી છે. અસિત મોદીએ જણાવ્યું કે શૈલેષ લોઢા આ ફોર્માલિટી પૂરી કરવા માટે સંમત નથી. ઈન્ટરવ્યુમાં અસિત મોદીએ અંદરની વાત પણ કહી છે.

તેમના અનુસાર, શૈલેષ લોઢા બહાર કામ કરવા માંગતા હતા. કવિઓ પરિષદોનો ભાગ બનવા માંગતા હતા. કારણ કે તારક મહેતાનો રોજનો શો છે. શોમાં શૈલેષ લોઢા સિવાય અન્ય લોકો પણ છે. એટલા માટે અભિનેતાની આ રિક્વેસ્ટ માનવી શક્ય નહતું. નિર્માતાએ જણાવ્યું કે, એપ્રિલ ૨૦૨૨માં તેની અને શૈલેષ વચ્ચે આ બાબતોને લઈને ઝઘડો થયો હતો. જે બાદ શૈલેષ લોઢા ક્યારેય શૂટિંગ પર પાછા ફર્યા નથી. તેણે અધવચ્ચે જ શો છોડી દીધો. અસિત મોદીએ કહ્યું કે અમારી તરફથી શૈલેષને શો છોડવાનું કહેવામાં આવ્યું નથી. તેમના વતી શૈલેષ લોઢાને ત્રણ મહિનાની નોટિસ આપવાનું કહેવામાં આવ્યું હતું. જેની શૈલેષે સ્પષ્ટ ના પાડી હતી. શૈલેષ લોઢાએ ગયા વર્ષે એપ્રિલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધી હતી. તેણે આરોપ લગાવ્યો કે મેકર્સે તેને બાકી રકમ આપી નથી.

માર્ચ ૨૦૨૩માં અભિનેતાએ પ્રોડ્યુસર અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રોડક્શન હાઉસ સામે પણ કેસ દાખલ કર્યો હતો. શૈલેષ લોઢા અહીંથી ન અટક્યા, તેઓ ફીના આ મુદ્દાને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં લઈ ગયા. જ્યાં આ કેસની સુનાવણી આ મહિને (મે) થવાની છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શૈલેશ લોઢાને સચિન શ્રોફને રિપ્લેસ કરવામાં આવ્યો છે. શૈલેશે એપ્રિલ ૨૦૨૨માં તારક મહેતા માટે તેનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, શૈલેષને હજુ સુધી તેનું એક વર્ષનું પેમેન્ટ મળ્યું નથી. તે રકમ આશરે ૬ ફિગરની એમાઉન્ટ છે જે મેકર્સને ચુકવવાની છે. એક્ટરે ધીરજપૂર્વક ફી ક્લિયર થવાની રાહ જાેઈ. પરંતુ તેમ ન થતાં કાયદાકીય માર્ગ અપનાવવાનો ર્નિણય લીધો છે. શૈલેષ લોઢા છેલ્લા ૧૪ વર્ષથી આ શોનો ભાગ હતો. મેકર્સ સાથેના ઝઘડાને કારણે તેણે શો છોડી દીધો હતો. પરંતુ, ફેન્સ હજુ પણ તેને શોમાં જાેવાની રાહ જાેઈ રહ્યા છે. તે સોશિયલ મીડિયા પર શૈલેશને શોમાં પરત લેવા માટેની વિનંતી કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/