fbpx
બોલિવૂડ

SRK ના ફેન્સને ‘જવાન’ માટે હજુ જાેવી પડશે રાહ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

કિંગ ખાનના ફેન્સ માટે મોટા સમાચાર છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આ ફિલ્મ ૨ જૂને નહીં પરંતુ ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. અહેવાલો અનુસાર, આ ફિલ્મની રીલિઝ મોકૂફ રાખવામાં આવી છે કારણ કે તેનું પોસ્ટ પ્રોડક્શન કામ હજી પૂર્ણ થયું નથી. એડિટીંગ માટે ટીમને હજુ થોડો સમય જાેઈએ છે. એવામાં મેકર્સે તેને પોસ્ટપોન કરવાનું ઠીક સમજ્યું. રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલા શાહરુખ ખાન મોડી રાત્રે ડિરેક્ટર એટલીને મળવા તેના ઘરે ગયા હતાં. જ્યાં બંનેએ ફિલ્મની રિલીઝ ડેટ બદલવા વિશે વાત કરી હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર ફિલ્મના નિર્માતાઓ ઓગસ્ટ મહિનામાં ફિલ્મને રિલીઝ કરવા માટે ઉત્સુક હતા, પરંતુ ચર્ચા પછી ફિલ્મને ૭ સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ દિવસે જન્માષ્ટમી પણ છે. આવી સ્થિતિમાં ફિલ્મને રજાનો લાભ મળી શકે છે. ઉપરાંત સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કોઈ ભારતીય સ્ટાર કે હોલીવુડ સ્ટારની ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. રિપોર્ટ્‌સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસની ફિલ્મ જીટ્ઠઙ્મટ્ઠટ્ઠિ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે. શાહરૂખની ફિલ્મને ત્રણ સપ્તાહનો સમય મળશે, જેમાં તે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકે છે.

જાે કે, કેટલાક સ્ટાર્સ આ ત્રણ અઠવાડિયામાં તેમની ફિલ્મો રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. ગત મહિનાઓમાં શાહરૂખે ફિલ્મ ‘જવાન’માંથી પોતાનો લુક ફેન્સને બતાવી દીધો છે, જ્યારબાદ ફેન્સ બેકાબૂ બન્યા છે. શાહરૂખ માથા અને હાથ પર પટ્ટી બાંધેલી ખુરશી પર બેઠો જાેવા મળ્યો હતો. લાલ જેકેટ અને ગંદી જેવી પેન્ટમાં તેનો લુક જાેવા મળ્યો હતો. ફેન્સ એક્સાઈટેડ થઈ ગયા હતાં કે આ વખતે કિંગ ખાન કંઈક અલગ અને ધુંઆધાર સ્ટોરીલાઈન બતાવવા જઈ રહ્યો છે. આ વખતે શાહરૂખ સાથે સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા લીડ રોલમાં જાેવા મળશે. એટલું જ નહીં, ‘જવાન’માં વિજય સેતુપતિ પણ છે જેણે વિલનની ભૂમિકા માટે નેશનલ એવોર્ડ જીત્યો છે. તેણે ‘થેરી’, ‘મર્સલ’ અને ‘બિગિલ’ જેવી મોટી ફિલ્મો આપી છે. તમિલ સુપરસ્ટાર થાલાપથી વિજય અને સંજય દત્ત પણ ફિલ્મમાં કેમિયો કરી રહ્યા હોવાના અહેવાલ છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ વર્ષે શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’ આવી હતી. આમાં તેના જબરદસ્ત એક્શનથી ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. કલેક્શન ૫૦૦ કરોડથી વધુ થઈ ગયું છે. શાહરૂખના ગ્લોબલ ફેન-ફોલોઈંગે પણ ફિલ્મને ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને ‘પઠાણ’ એ વિશ્વભરમાં ૧૦૦૦ કરોડથી વધુ કમાણી કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/