fbpx
બોલિવૂડ

ગંદી બાત’ એક્ટ્રેસ સબા સોદાગરે સાત ફેરા ફરી લીધા

હાલનાં આ સમયમાં ફિલ્મોની સાથે-સાથે ઓટીટીની દુનિયાનાં સ્ટાર્સ વિશે જાણવા માટે પણ લોકો ખૂબ જ ઉત્સુક હોય છે. ઓટીટી સ્ટાર્સનાં પણ સોશિયલ મીડિયા પર ભારેભરખમ ફોલોવર્સ જાેવા મળે છે. આજે અમે ‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવી છે.’ગંદી બાત’ એક્ટ્રેસ સબા સોદાગરે થોડા સમય પહેલાં પોતાના પતિ સાથે સાત ફેરા લીધા છે. તેના લગ્ન હવે થઈ ગયાં છે જે એક લેવિશ પ્રાઈવેટ અફેર હતું. હવે આ એક્ટ્રેસે પોતાના વેડિંગ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. લોકો તેના આ ફોટો પર કોમેન્ટ્‌સ કરીને એક્ટ્રેસને શુભકામના આપી રહ્યા છે.સબા સોદાગરે અમુક કલાકો પહેલાં પોતાના વેડિંગ ફોટો શેર કર્યા છે અને પોતાના લગ્નની એનાઉન્સમેન્ટ કરી છે. જણાવી દઈએ કે, સબાએ પોતાના બોયફ્રેન્ડ અને રાઈટર-ડિરેક્ટર ચિંતન શાહ સાથે ગોવામાં લગ્ન કર્યા છે.અમુક ફોટોમાં સબા સોદાગર લાલ રંગના સિક્વેન્સ લહેંગામાં તેણી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ગોવામાં થયેલાં આ લગ્નમાં ડેકૉર ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. દરેક તરફ ફેરી લાઈટ્‌સ છે, ફૂલ છે અને છોકરી પ્લેકાર્ડ્‌સ પર સબા અને ચિંતનનું નામ પણ છે.લાલ લહેંગા સાથે સબા સોદાગરે પોતાના વાળને ખુલ્લા રાખેલા જાેવા મળી રહી છે. હાથમાં ચૂડો અને કલીરા પહેરેલી સબા દુલ્હનના રુપમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.ચિંતન શાહે પણ ક્રીમ રંગની શેરવાની પહેરેલી છે અને લગ્નનાં દરેક ફોટોમાં એકથી એક પોઝ આપી રહ્યા છે. તેમજ કપલ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. એક્ટ્રેસનાં શુભ દિવસનાં આ ફોટો જાેઈને તમામ તેના ફેન્સ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્‌સ કરીને તેના વખાણ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/