fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘જવાન’ની ક્લીપ લીક કરનારા એકાઉન્ટ્‌સની વિગતો આપવા ટિ્‌વટરને આદેશ

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની રિલીઝ પહેલાં જ કેટલીક ક્લિપ્સ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી હોવાથી પ્રોડ્યુસર્સની ચિંતા વધી હતી. ફિલ્મને હાનિ પહોંચવાની શક્યતા જણાતા શાહરૂખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ હતી. બિનઅધિકૃત ક્લિપ્સના શેરિંગને રોકવાના કેસમાં સુનાવણી બાદ હાઈકોર્ટે જવાનની ક્લિપ્સ શેર કરનારા સબસ્ક્રાઈબરના ઈ-મેઈલ, આઈપી એડ્રેસ અને ફોન નંબર જેવી માહિતી આપવા આદેશ કર્યો હતો. રેડ ચિલીઝ તરફથી હાઈકોર્ટમાં રજૂઆત થઈ હતી કે, ટિ્‌વટર પર પાંચ એકાઉન્ટમાં ફિલ્મનું કન્ટેન્ટ લીક કરવામાં આવે છે. કંપનીની સીસ્ટમનો એક્સેસ હોય તો જ આવી માહિતી લીક થઈ શકે તેવી દલીલના પગલે હાઈકોર્ટે ટિ્‌વટરને સંબંધિત એકાઉન્ટની વિગતો આપવા આદેશ કર્યો હતો. એકાઉન્ટ યુઝરની વિગતોના આધારે પ્રોડક્શન હાઉસ દ્વારા કાનૂની પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મંજૂરી વગર જવાનની વીડિયો ક્લિપ્સ, ઓડિયો, સોન્ગ્ર વગેરે ઈન્ટરનેટ પર લીક થયા હતા. જેના પગલે એપ્રિલ મહિનામાં હાઈકોર્ટે આવી વેબસાઈટો પર અંકુશ મૂકવા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને આદેશ આપ્યો હતો. આ સાથે યુ ટ્યૂબ, ટિ્‌વટર, રેડ્ડિટને તાત્કાલિક અસરથી જવાનનું કન્ટેન્ટ દૂર કરવા અને આવા એકાઉન્ટ બ્લોક કરવા વચગાળાનો આદેશ અપાયો હતો. કોર્ટના આ આદેશને ઓનલાઈન પાઈરસીને ડામવા માટે મહત્ત્વનો માનવામાં આવે છે. ડિજિટલ યુગમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્‌સના રક્ષણ માટે આવા પગલાં જરૂરી હોવાનું ફિલ્મ ઈન્ડસ્ટ્રી માને છે. આ ચુકાદાથી કોપીરાઈટ પ્રોટેક્શનનો વધારે અસરકારક અમલ થઈ શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/