fbpx
બોલિવૂડ

‘આદિપુરુષ’ ફિલ્મનું પહેલું ગીત ‘જય શ્રી રામ’ રિલીઝ, ગીત સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે

ફિલ્મ ‘આદિપુરુષ’ જલ્દી જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મનું પહેલું ગીત ‘જય શ્રી રામ’ શનિવારે રિલીઝ થયો છે. ફેમસ મ્યુઝિક કમ્પોઝર અજય અને અતુલએ આ ગીતમાં એક લાઈવ ઑર્કેસ્ટ્રાથી રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના બોલ અને મ્યુઝિકે લોકોનું દિલ જીતી લીધું છે. હાલ આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. આ દરમિયાન ગીતે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. આ ગીતનો વીડિયો યુટ્યુબ પર છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે જાેનારો વીડિયો બની ગયો છે. તેમજ, આ ગીતમાં શ્રી રામના અવતારમાં જાેવા મળેલા એક્ટર પ્રભાસનો પણ શાનદાર લુક જાેવા મળી રહ્યો છે. ખબરો અનુસાર, ‘આદિપુરુષ’નું ગીત ‘જય શ્રી રામ’ ખૂબ જ ચર્ચામાં રહ્યુ છે.

આ ગીતનો વીડિયો યુટ્યુબ પર છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે જાેવામાં આવેલો વીડિયો બની ગયો છે. દ્ભુર્હ્વિ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, ‘આદિપુરુષ’ ૨ કરોડ ઉપર વ્યૂઝ અને ૫ લાખની આસપાસ લાઈક્સ મળી છે. આ ગીતે અક્ષય કુમારના ગીત ‘ક્યા લોગે તુમ’ને પણ પછાડી દીધું છે. ‘આદિપુરુષ’ની રિલીઝને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ફિલ્મનાં પોસ્ટર અને ટ્રેલર બાદ હવે તેનું પહેલું ગીત પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. આ ગીતને હિન્દીમાં જ નહીં પરંતુ તેલુગૂ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી છે. મનોજ મુંતશિરે ગીતના શબ્દો લખ્યા છે અને તેમાં રુવાંડા ઉભા કરી દેનારું શાનદાર મ્યુઝિક છે, જેને અજય-અતુલ દ્વારા આપવામાં આવ્યુ છે.

ઓમ રાઉતનાં ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’ સંસ્કૃત મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. આ ફિલ્મ ૧૬ જૂને રિલીઝ થવાની છે. જાેકે, આ ફિલ્મ રિલીઝ થઈ જતી પરંતુ તેના ખરાબ સીજીઆઈ અને વીએફએક્સનાં કારણે મેકર્સે ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરી દીધી હતી કારણકે, તેમાં સુધારો કરી શકે. ફિલ્મના પોસ્ટર્સને લઈને ટ્રેલરની પણ ઘણી ચર્ચા થઈ રહી છે. ખાસ વાત એ છે કે, તેનું ટ્રેલર પણ ૨૪ કલાકમાં સૌથી વધારે જાેવામાં આવેલું હિન્દી ટ્રેલર બની ગયું હતું. હાલ, ફેન્સ ખૂબ જ આતુરતાથી ફિલ્મની રાહ જાેઈ રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/