fbpx
બોલિવૂડ

વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન કરિશ્મા તન્નાએ ચોંકાવનારો ખુલાસો કર્યો

ગુજરાતી મૂળની એક્ટ્રેસ કરિશ્મા તન્ના વેબ સિરીઝ ‘સ્કૂપ’માં પત્રકારનો રોલ કરી રહી છે. લોકપ્રિય સિરીઝ ‘સ્કેમ’ બનાવનારા હંસલ મેહતાએ ‘સ્કૂપ’માં લીડ રોલ માટે કરિશ્માની પસંદગી કરી છે. સિરીઝના પ્રમોશન દરમિયાન કરિશ્માએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, તેમના જન્મથી પિતા ખૂબ નારાજ થયા હતા. તેઓ કરિશ્માનો ચહેરો જાેવા માટે પણ તૈયાર ન હતા. વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં કરિશ્માએ જણાવ્યું હતું કે, હું થોડી સમજણી થઈ ત્યારે માતાએ જણાવ્યું હતું કે, તારો જન્મ થયો ત્યારે પિતા બિલકુલ ખુશ ન હતા. રૂઢિચુસ્ત ગુજરાતી પરિવારની જેમ તેઓ દીકરો ઈચ્છતા હતા અને પરિવારના લોકોનું પણ દબાણ હતું. પિતા વિષે વધુ વાત કરતાં કરિશ્માએ કહ્યું કે, તેઓ હંમેશા દીકરીને પ્રેમ કરતા હતા, પરંતુ પરિવારના દબાણના કારણે તેઓ ક્યારેય દિલની વાત કરી શક્યા નહીં. દીકરો જ વંશને આગળ વધારી શકે તેવી માનસિકતા હતા અને દીકરા જ વધારે કમાઈ શકે તેવું મનાતુ હતું. દાદા અને દાદી પણ અમનેસેકન્ડ હેન્ડ ટ્રીટમેન્ટ આપતા હતા. તેમના આ વલણે જ મને વધુ મજબૂત બનાવી. દીકરો જે કામ કરી શકે છે, તે એક છોકરી પણ કરી શકે છે તેવું મેં બતાવી દીધું. કરિશ્મા તન્નાને સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં સંજય દત્તની ગર્લફ્રેન્ડ પિન્કીનો રોલ મળ્યો હતો. રાજકુમાર હિરાણીએ બનાવેલી ફિલ્મમાં કરિશ્માની નોંધ લેવાઈ હતી. આ ફિલ્મ બાદ પણ એક વર્ષ સુધી કરિશ્માને કામ મળ્યું ન હતું, જેના કારણે તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. આ રોલથી કરિયરમાં આગળ વધી શકાશે તેવી આશા હતી. ફિલ્મની રિલીઝ બાદ કરિશ્મા મેસેજ કરીને લોકોને પૂછતી હતી કે, તેમણે ફિલ્મ જાેઈ છે કે નહીં? તેમને એક્ટિંગ પસંદ આવી? કોઈ બાજુથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો ન હતો. ડિપ્રેશનમાંથી બહાર આવવા સતત પોતાની જાતને મોટિવેટ કરી અને ખરાબ સમય પસાર કર્યો હોવાનું કરિશ્માએ કહ્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/