fbpx
બોલિવૂડ

ફિલ્મ RRRમાં વિલનની ભૂમિકા નિભાવનાર રે સ્ટીવેન્સનનું નિધન

હોલીવુડ અભિનેતા રે સ્ટીવન્સનનું ૫૮ વર્ષની વયે રવિવારે અવસાન થયું હતું. આઇરિશ મૂળના રે સ્ટીવન્સન તાજેતરમાં જ એસ.એસ.રાજામૌલીની હિટ ફિલ્મ ‘આરઆરઆર’માં જાેવા મળ્યા હતા. રેના અવસાનથી તેમના ફેન્સમાં શોકનો માહોલ છવાય ગયો છે. બે દિવસ પછી એટલે કે ૨૫ મેના રોજ રેનો જન્મદિવસ હતો. માર્વેલની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા રે સ્ટીવન્સનના નિધનના સમાચારથી સમગ્ર મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્ટીવન્સનની પીઆર એજન્સીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે રવિવારે તેમનું અવસાન થયું હતું. ટીમ આરઆરઆરએ તેના ટિ્‌વટર હેન્ડલ પર આ સમાચાર શેર કર્યા છે અને લખ્યું છે, “આ અમારા બધા માટે આઘાતજનક સમાચાર છે. સર સ્કોટ, તમે હંમેશાં અમારા હૃદયમાં રહેશો. એસ.એસ.રાજામૌલીની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ આરઆરઆરમાં રે સ્ટીવન્સનએ ગવર્નર સ્કોટ બક્સટનનું નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. એસ.એસ.રાજામૌલીની પિરિયડ એક્શન ફિલ્મ ‘આરઆરઆર’માં રામ ચરણ અને જુનિયર એનટીઆર મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળ્યા હતા.

ફિલ્મમાં રે સ્ટીવન્સને ‘સ્કોટ બક્સટન’ની મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તેમના કરિયરની પ્રથમ ભારતીય ફિલ્મ હતી. સ્ટીવન્સનનું આખું નામ જ્યોર્જ રેમન્ડ સ્ટીવન્સન હતું. રેનો જન્મ ૨૫ મે, ૧૯૬૪ના રોજ ઉત્તરી આયર્લૅન્ડમાં થયો હતો. તેમના પિતા બ્રિટિશ પાયલટ હતા અને ૮ વર્ષની ઉંમરે તેઓ પરિવાર સાથે ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયા હતા. સ્ટીવન્સનને ઘણી ફિલ્મોમાં સૈનિકની ભૂમિકા પણ ભજવી હતી. એકવાર એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે હું હૃદયથી એક વૃદ્ધ યોદ્ધો છું’. માર્વેલની ઘણી ફિલ્મોમાં તેમના કામના ખૂબ વખાણ થયા હતા. તે થોર ફિલ્મમાં જાેવા મળ્યા હતા. તેના ચાહકો માટે સૌથી દુઃખની વાત એ છે કે માત્ર બે દિવસ પછી એટલે કે ૨૫ મેના રોજ તેનો જન્મદિવસ હતો અને ચાહકો તેને ખાસ રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા હતા. મનોરંજનની દુનિયામાં રેએ ખાસ નામના મેળવી હતી. તેણે અનેક મહત્વપૂર્ણ કેરેક્ટર નિભાવ્યા છે, જેણે દર્શકોના મનમાં ખાસ છાપ છોડી દીધી હતી. રેએ ‘પનિશરઃ વોર ઝોન’, ધી થીઅરી ઓફ ફ્લાઇટ, કિંગ આર્થરમાં તેણે મહત્વના રોલ કર્યા છે. તેની સાથે જ ધ વોકિંગ ડેડ, સ્ટાર વોર્સ, વાઇકિંગ્સ, બ્લેક સેલ્સ, ડેક્સટર જેવા એનિમેટેડ શો માટે પણ ખૂબ પ્રખ્યાત હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/