fbpx
બોલિવૂડ

‘ધ કેરાલા સ્ટોરી’ પર બોલીને ખરાબ રીતે ફસાયો નવાઝુદ્દીન

અદા શર્મા સ્ટારર ‘ધ કેરલા સ્ટોરી’ ત્રણ અઠવાડિયા પછી પણ સિનેમાઘરોમાં છે. આ સાથે જ આ ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ ‘ધ કેરાલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકનારા રાજ્યોનું સમર્થન કર્યું હતું. જાેકે, બાદમાં પોતાને ઘેરાયેલો જાેઈને તેણે આ અંગે સ્પષ્ટતા પણ આપી હતી. પરંતુ હવે આ વિવાદમાં વિવેક અગ્નિહોત્રી કૂદી પડ્યા છે. તેણે સવાલ ઉઠાવ્યો કે, શું નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મો અને વેબ સિરીઝ પર પણ પ્રતિબંધ લગાવવો જાેઈએ? આ ફિલ્મ પહેલા પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જાે કોઈ ફિલ્મ કે નવલકથા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડતી હોય તો તે ખોટું છે. અમે દર્શકો કે,

તેમની લાગણીઓને આકર્ષવા માટે ફિલ્મો બનાવતા નથી. જાે ફિલ્મ દ્વારા લોકોમાં સામાજિક ભેદભાવ ઉભો કરવામાં આવે તો તે ખોટું છે. નવાઝુદ્દીન તેના આ નિવેદન પર ઘણો ટ્રોલ થયો હતો. ત્યારબાદ નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ટિ્‌વટમાં સ્પષ્ટતા કરી હતી કે, તેણે ક્યારેય એવું નથી કહ્યું કે, કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જાેઈએ. નવાઝુદ્દીને ભલે ટ્‌વીટ કરીને સ્પષ્ટતા કરી હોય, પરંતુ વિવેક અગ્નિહોત્રીને તેની ભાષા ગમતી ન હતી. તેણે નવાઝુદ્દીન પર કટાક્ષ કર્યો અને લખ્યું, “ભારતના મોટાભાગના મધ્યમ વર્ગના પરિવારોને ફિલ્મો અને ઓટીટી શોમાં કોઈપણ કારણ વગર અપમાનિત કરવામાં આવે છે અને હિંસા કરવામાં આવે છે. અત્યાચાર દર્શાવવામાં આવે છે. ” વિવેક અગ્નિહોત્રીએ આગળ લખ્યું, “શું નવાઝુદ્દીન સિદ્દીકીની ર્ં્‌્‌ પર આવતી ફિલ્મો અને શ્રેણીઓ પર પ્રતિબંધ ન મૂકવો જાેઈએ. આ અંગે તમારો શું અભિપ્રાય છે?” જાેકે, વિવેકે થોડા સમય બાદ પોતાનું ટિ્‌વટ ડિલીટ કરી દીધું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/