fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘આદિપુરુષ’ નુ બીજું ટ્રેલર છે દમદાર

પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ ‘આદિપુરુષ’ હાલ ચર્ચામાં છે. ફિલ્મ ૧૬ જૂને બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે. રિલીઝના થોડા દિવસો પહેલાં ફિલ્મના મેકર્સે ફિલ્મ ‘આદિપુરુષ’નું નવું ટ્રેલર રિલીઝ કર્યું છે. જે બાદ ફિલ્મ ‘આદિપુરુષ’નું બીજું અને પાવર પેક્ડ ટ્રેલર ૬ જૂને સાંજે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું નવું ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ આધુનિક ‘રામાયણ’માં જ્યાં ભગવાન શ્રી રામ તરીકે પ્રભાસને લોકો પસંદ કરી રહ્યાં છે, ત્યાં જ કૃતિ સેનન પણ ‘માતા સીતા’ તરીકે લોકોના મનમાં વસી ગઈ છે. આદિપુરુષના આ નવા ટ્રેલરમાં જબરદસ્ત એક્શન, વીએફએક્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, જે દર્શકોને આકર્ષી રહ્યું છે. આ નવું ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને ફેન્સ પણ ઘણા જ એક્સાઈટેડ છે. ‘આદિપુરુષ’નું આ બીજું ટ્રેલર લગભગ ૩ મિનિટનું છે. ટ્રેલરમાં સિયાને મજબૂત એક્શન સાથે પાછી લાવવા માટે રાઘવની હુંકાર બતાવવામાં આવી છે. આદિપુરુષનું આ બીજું ટ્રેલર રાવણ દ્વારા સીતાના અપહરણથી શરૂ થાય છે, જ્યાં તે માતા સીતાને પોતાની સાથે લઈ જાય છે. આ દરમિયાન ભગવાન શ્રી રામ પોતાની જાનકીને બચાવવા માટે વાનર સેના સાથે શ્રીલંકા તરફ આગળ વધે છે. આ ટ્રેલરમાં પ્રભાસનો ચહેરો સ્પષ્ટ દેખાય છે, જેમાં પ્રભુ શ્રી રામની શાંતિ અને તેની સિયાને પાછી લાવવા માટે તેની આંખોમાં ચમક છે. આ સાથે રામાયણ પર આધારિત આ ફિલ્મના ટ્રેલરમાં વીર બજરંગીની દમદાર સ્ટાઈલ પણ જાેવા મળી રહી છે. ‘આદિપુરુષ’ના બીજા ટ્રેલરને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. પ્રભાસ અને કૃતિ સ્ટારર ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર માત્ર અડધા જ કલાકમાં ૯૪૬ હજારથી વધુ વ્યુઝ મળ્યા છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર લોકોને આકર્ષી રહ્યું છે. લોકો આ ટ્રેલર પર પ્રતિક્રિયા આપવાથી પણ ખુદને રોકી શકતા નથી. એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું છે કે, “આ ફિલ્મ સુપરહિટ સાબિત થશે.” બીજા યુઝરે લખ્યું, “આ ટ્રેલર જાેઈને ગૂઝબમ્પ્સ આવી ગયા. ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત આદિપુરુષ, ટી-સિરીઝ, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રેટ્રોફિલ્સના રાજેશ નાયર, યુવી ક્રિએશન્સના પ્રમોદ અને વાંમસી દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ જાેવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/