fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘ગદર-૨’નું ટીઝર છે ધમાકેદાર

બોલિવૂડ સ્ટાર સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદરની સિક્વલ ગદર ૨ની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. સની દેઓલ અને અમીષા પટેલના ગદર ૨નો ટીઝર વીડિયો પણ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, દરેક વ્યક્તિ સની દેઓલના લુક અને યે દમાદ હૈ પાકિસ્તાન કા… ડાયલોગ વિશે વાત કરી રહ્યા છે. ગદર ૨ના ટીઝર વિડિયોમાં વાર્તા ૧૯૭૧ થી શરૂ થતી જાેવા મળે છે. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ છે તો બીજી તરફ સની દેઓલના મજબૂત પાત્રની ઝલક જાેવા મળી રહી છે. હવે ફિલ્મના ચાહકો વાર્તામાં ટ્‌વીસ્ટ અને ટર્નની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ગદર ૨ વીડિયોના ટીઝરની શરૂઆતમાં ૧૭ વર્ષ પછીપ સ્ક્રીન પર લખવામાં આવ્યું છે. તે જ સમયે, બેકગ્રાઉન્ડમાં એક મહિલાનો અવાજ સંભળાય છે અને કહી રહી છે- ‘યે દામાદ હૈ પાકિસ્તાન કા, ઉસે નારિયેલ દો, ટીકા લગાઓ, વરના ઈસ બાર વો દહેજમેં લાહોર લે જાએંગા.’

આ ડાયલોગની સાથે જ સ્ક્રીન પર વાર્તા ૧૯૭૧માં પહોંચી જાય છે. આ ડાયલોગ બાદ વિઝ્‌યુઅલ્સમાં પાકિસ્તાન, લાહોરના સીન જાેવા મળે છે. જ્યાં નારેબાજી થતી જાેવા મળે છે. ગદર ૨ના ટીધરમાં ભારત-પાક ૧૯૧૭નો યુદ્ધ માહોલ જાેવા મળે છે. ટીઝર વીડિયોમાં, સની દેઓલની એન્ટ્રી થાય છે જે બ્લેક કલરના કુર્તા અને બ્લેક પાઘડીમાં જાેવા મળે છે. બાદમાં સની દેઓલના એક્શન અવતારની ઝલક જાેવા મળે છે અને સ્ક્રીન પર લખવામાં આવે છે કે, તારા સિંહ ઈઝ બેક… જણાવી દઈએ કે, ગદર ૨નો ધમાકેદાર ટીઝર વીડિયો ગદર ફિલ્મની સિનેમાઘરોમાં સ્ક્રીનિંગ દરમિયાન જ બતાવવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ગદર ૨નું ટીઝર ઓફિશિયલ રીતે સોશિયલ મીડિયા પર શેર કર્યુ નથી. ગદર ૨ની રિલીઝ પહેલાં, નિર્માતાઓએ ગદરને સિનેમાઘરોમાં રજૂ કરી છે. ૨૨ વર્ષ પછી, સની દેઓલ અને અમિષા પટેલની ગદરની સિક્વલ ૧૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ટીઝર વિડિયો રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત એક્સાઈટમેન્ટ જાેવા મળી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/