fbpx
બોલિવૂડ

આદિપુરુષ ફિલ્મ આ કારણે અમુક સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય

પ્રભાસના ફેન્સ છેલ્લા ઘણાં સમયથી આદિપુરુષ મુવીની રાહ જાેઇને બેઠા છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઇ ગયુ છે. અહેવાલ અનુસાર ૩૬ હજારથી પણ વધારે ટિકિટો વેચાઇ ગઇ છે. અનેક લોકો આદિપુરુષ મુવી ક્યારે રિલીઝ થાય અને જાેવા જઇએ એવું વિચારીને બેઠા છે. આદિપુરુષનું ટ્રેલર એટલું દમદાર છે કે જાેવાની જવાની ઇચ્છા મલ્ટીપ્લેક્સમાં થઇ જાય. વાત કરવામાં આવે તો આદિપુરુષ મુવીના સોન્ગ પણ બહુ મસ્ત છે જે એક વાર સાંભળ્યા પછી વારંવાર સાંભળવાનું મન થાય એવા છે. પરંતુ દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. જાે કે આ વાત જાણીને તમને પણ મોટો ઝાટકો લાગશે. મિડીયા રિપોર્ટસ અનુસાર આદિપુરુષ ૈંસ્છઠ ના સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય. આ વાતથી ફેન્સ નારાજ થઇ ગયા છે અને કેટલાક પ્રોડક્શન હાઉસ જેમ કે ટી સીરિઝને પ્રોપર વેમાં રિલીઝ ના કરવાની વાતને બેકાર ગણાવી છે. સોશિયલ મીડિયા આદિપુરુષના ટિ્‌વટથી ભરાઇ ગયુ છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. જ્યાં નેટિઝન્સ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મની પ્રી રિલીઝ ઇવેન્ટ ૯ જૂનના રોજ તિરુપતિમાં થયુ અને ૧૬ જૂનના રોજ આ સિનેમાધરોમાં આવશે પરંતુ ઘણી જગ્યાઓ પર રિલીઝ થઇ શકશે નહીં. રિપોટ્‌સનું માનીએ તો આદિપુરુષ આઇમેક્સ સિનેમાઘરોમાં રિલીઝ થઇ શકશે નહીં. આ પાછળનું કારણ એ છે કે સુપરહીરો ફિલ્મ, ધ ફ્લેશ પણ આ તારીખોમાં રિલીઝ થશે. ચૂંકિ વાર્નર બ્રધર્સ પિક્ચર્સે ભારતમાં પહેલાંથી જ આઇમેક્સ સ્ક્રીનને બ્લોક કરી દીધી હતી. આ માટે ભારતમાં ૈંસ્છઠના સિનેમાઘરોમાં આદિપુરુષ રિલીઝ થશે નહીં. એવામાં આદિપુરુષ મુવીની રાહ જાેઇ રહેલા ફેન્સને આ વાતનો સૌથી મોટો ઝાટકો લાગ્યો છે. ખાસ કરીને જે લોકોના એરિયામાં ૈંસ્છઠ સિનેમાઘર છે એમને આ વાત જાણીને વધારે ઝાટકો લાગી શકે છે. ઘણાં ફેન્સે ટિ્‌વટર પર નિર્દેશક ઓમ રાઉત અને ટી-સીરીઝના નિર્માતા ભૂષણ કુમારને ફિલ્મને આઇમેક્સમાં રિલીઝ કરવાની અપીલ કરી છે. જાે કે આ વિશે કોઇ અપડેટ આવી નથી. આદિપુરુષની આઇમેક્સ રિલીઝમાં કોઇ બદલાવ થશે કે નહીં એ વાતની જાણ સમય આવતા જ થશે. ઉલ્લેખનીય છે કે આદિપુરુષ વાલ્મિકીની રામાયણ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટ અને ગેટઅપ પણ એ રીતે કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/