fbpx
બોલિવૂડ

આદિપુરુષ ફિલ્મ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ

રામાયણ પર આધારિત પ્રભાસ અને ક્રિતી સેનન અભિનીત ફિલ્મ આદિપુરુષ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના ટપોરી ડાયલોગ અને સિનેમોટોગ્રાફીને લઈને દર્શક નારાજ છે. તેને લઈને હિન્દુ સેના ફિલ્મ વિરુદ્ધ એક જાહેરહિતની અરજી દાખલ કરી છે. આ અરજીમાં ભગવાન રામ, સીતા, ભગવાન હનુમાન વગેરેની છબી સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે દિલ્હી હાઈકોર્ટમાં (ડ્ઢીઙ્મરૈ ૐૈખ્તર ર્ઝ્રેિં) અરજી દાખલ કરીને ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાંથી રાવણ, ભગવાન રામ, હનુમાન અને માતા સીતા સાથે જાેડાયેલ અમુક વાંધાજનક દ્રશ્યો હટાવાની માગ કરી છે. આપને જણાવી દઈએ કે, આદિપુરુષ શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયું છે કે, ફિલ્મમાં ધાર્મિક ચરિત્રોનું ફિલ્માંકન રામાયણમાં કરેલા ચિત્રણથી વિરુદ્ધ છે. ફિલ્મના દ્રશ્યોમાં હિન્દુ સભ્યતા, હિન્દુ ધાર્મિક શખ્સિયતો અને મૂર્તિઓનું અપમાન કરતા ધાર્મિક ચરિત્રોનો ખરાબ ચિત્રણ કર્યું છે. અરજીમાં કહેવાયું છે કે, હિન્દુઓના ભગવાન રામ, સીતા અને હનુમાનની છબી વિશે એક ખાસ દ્રષ્ટિકોણ છે અને ફિલ્મ નિર્માતાઓ, નિર્દેશકો અને અભિનેતાઓ દ્વારા તેમની દિવ્ય છબીમાં કરેલા છેડછાડ, ફેરફાર તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. અરજીકર્તાએ કહ્યું કે, આ ફિલ્મના કારણે દેશની સંસ્કૃતિની મજાક બની ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/