fbpx
બોલિવૂડ

સની દેઓલના દીકરા કરણ દેઓલે આર્ય સમાજ વિધી પ્રમાણે લગ્ન બંધનમાં બંધાયા

સની દેઓલના દીકરા કરણ દેઓલે એક સમયના જાણીતા ફિલ્મકાર બિમલ રોયની દોહિત્રી દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. મુંબઈની તાજ હોટલમાં લગ્નનું આયોજન થયું હતું. સાંજે તેઓ આર્ય સમાજ વિધીથી ફેરા ફર્યા હતા અને બાદમાં રિસેપ્શન યોજાયુ હતું. પિતા સની દેઓલ, કાકા બોબી દેઓલ અને દાદા ધર્મેન્દ્ર સહિત સમગ્ર પરિવાર ધામધૂમથી જાન લઈને લગ્ન સ્થળે પહોંચ્યો હતો. જાનમાં ધર્મેન્દ્ર અને સનીના ભાંગડાએ આકર્ષણ જમાવ્યું હતું. ૨૦૧૯ના વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસ દ્વારા કરણે બોલિવૂડમાં ડેબ્યુ હતું. ૨૦૨૧માં વેલ્લે ફિલ્મમાં પણ કરણે કામ કર્યુ હતું. દ્રિશાના પિતા સુમિત આચાર્ય અને માતા ચીમુ આચાર્ય દુબઈમાં રહે છે. દ્રિશા પોતાની માતાની ઈવેન્ટ કંપનીમાં નેશનલ પ્રોગ્રામ મેનેજર છે. દ્રિશા અને કરણ નાનપણથી એકબીજાને ઓળખે છે. દિશાના નાના બિમલ રોય અને ધર્મેન્દ્ર પણ નિકટના મિત્રો હતો. ધર્મેન્દ્રને સંઘર્ષના દિવસોમાં બિમલ રોયે મદદ કરી હતી. બિમલ રોયે ડાયરેક્ટ કરેલી ફિલ્મ બંદિનીનમાં ધર્મેન્દ્રનો લીડ રોલ હતો. ત્રણ પેઢી જૂના સંબંધોના કારણે દ્રિશા અને કરણ એકબીજાને ઓળખતા હતા અને આ સંબંધ આખરે લગ્નમાં પરિણમ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/