fbpx
બોલિવૂડ

કરિયરમાં ટોચ પર હતી ત્યારે અજય સાથે લગ્ન કરવાનો ર્નિણય કપરો હતો : કાજાેલ દેવગણ

કાજાેલ ઓટીટી પર ‘ધ ટ્રાયલ’થી ડેબ્યુ કરી રહી છે. સિરીઝનું ટ્રેલર તાજેતરમાં રિલીજ થયું છે. ‘ધ ગૂડ વાઈફ’ના આધારે બનેલી આ સિરીઝમાં કાજાેલે વકીલનો રોલ કર્યો છે. પોતાના પતિને જેલમાંથી છોડાવવા માટે કાજાેલ ફરી વકીલાત શરૂ કરે છે. આ વેબ સિરીઝની સ્ટોરીની જેમ કાજાેલે રીયલ લાઈફમાં પણ લાંબા સમયે પોતાની કરિયર ફરી શરૂ કરી હતી. પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ સાથે સમાનતા ધરાવતી આ સિરીઝ અંગે વાત કરતી વખતે કાજાેલે જણાવ્યું હતું કે, તે કરિયરની ટોચ પર હતી ત્યારે અજય દેવગણ સાથે લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો.

આ ર્નિણય લેવાનું ખૂબ કપરું હતું. કાજાેલે એક ઈન્ટરવ્યૂ દરમિયાન સ્વીકાર્યું હતું કે, તેણે જીવનમાં ઘણી પડકારજનક પસંદગીઓ કરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાેડાવાનો ર્નિણય અને અજય દેવગણ સાથે લગ્નનો ર્નિણય કાજાેલે પોતાની મરજીથી લીધા હતા અને આ બંને ર્નિણય ખૂબ મહત્ત્વના હોવાની સાથે પડકારજનક પણ હતા. કાજાેલ અને અજયે ૧૯૯૯ના વર્ષમાં લગ્ન કર્યા હતા. કાજાેલને એક્ટ્રેસ બનવાની ઈચ્છા હતી, પરંતુ તેના પિતાએ તેને અટકાવી હતી. કાજાેલના પિતાએ ચેતવણી આપી હતી કે, એક વાર ચહેરા પર એક્ટ્રેસનું લેબલ લાગી ગયું તો તે આખી જિંદગી રહેશે અને ક્યારેય તેની ઈમેજમાંથી બહાર નહીં આવી શકે. શરૂઆતમાં પિતાની આ વાત કાજાેલને માનવામાં આવી ન હતી, પરંતુ સમય જતાં કાજાેલના પિતા સાચા ઠર્યા હતા. કાજાેલની પહેલી ઓટીટી સિરીઝ ‘ધ ટ્રાયલ’નું પ્રોડક્શન અજય દેવગણે કર્યું છે.

કાજાેલે લગ્ન બાદ એક્ટિંગને અલવિદા કહ્યું હતું. હવે કાજાેલ કમબેક કરી રહી છે ત્યારે અજયે તેમને સપોર્ટ કર્યો છે. કાજાેલે આ અંગે જણાવ્યું હતું કે, સિરીઝનો કન્સેપ્ટ ખૂબ સારો હતો, પરંતુ હિન્દીમાં તેને કઈ રીતે રજૂ કરી શકાય તે સમજાતુ ન હતું. ડાયરેક્ટર સુપર્ણ વર્માએ નેરેશન આપ્યું ત્યારે લાગ્યું કે ખરેખર સ્ક્રિપ્ટ સારી છે. આ સિરીઝમાં કાજાેલે એક મહિલા વકીલનો રોલ કર્યો છે. લગ્ન બાદ તેણે વકીલાત છોડી દીધી છે. દરમિયાન તેના પતિને જેલમાં જવું પડે છે. પતિને જેલમાંથી છોડાવવા માટે કાજાેલ ફરી કાળો કોટ પહેરે છે અને કોર્ટ રૂમ ડ્રામા શરૂ થાય છે. આ સિરીઝ ૪ જુલાઈથી ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/