fbpx
બોલિવૂડ

હિમેશ રેશમિયા સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની દર્શન મુલાકાતે પહોંચ્યા

પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પણ પરિવાર સાથે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની દર્શન મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે હાથ જાેડીને ખાસ કષ્ટભંજન દેવનાં દર્શન કર્યા હતા અને એ દરમિયાન ગળામાં માળા પણ પહેરી હતી. વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની દર્શન મુલાકાતે પહોંચ્યા પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પરિવાર સાથે ખાસ દર્શન આવ્યા હતા. મંદિરના કોઠારીએ મોમેન્ટો આપી તેમજ ૫૪ ફૂટ મૂર્તિ માં દર્શન કરાવ્યા હતા. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ખાતે સુપ્રસિધ્ધ ગાયક કલાકાર, એક્ટર રિયાલિટી શોના જજ હિમેશ રેશમિયા દર્શન મુલાકાતે પહોંચ્યા હતા પોતાના પરિવાર સાથે દર્શન કરીને ભાવવિભોર થઈ ગયા હતા. બપોરના ૫ વાગ્યાની આસપાસ હિમેશ રેશમિયા સાળગપુર આવી પોહચ્યા હતા જ્યાં મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ તેમને દાદાની મૂર્તિ તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું તેમજ રેશમિયાએ દાદાના દર્શન પોતાના પરિવાર સાથે કર્યા હતા. હિમેશ રેશમિયા આની પહેલા ૧૬ માર્ચ ૨૦૨૨ના રોજ પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે આવ્યા હતા એટલે કે તેઓ હનુમાનજી પ્રત્યે ખુબજ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે એટલે જ્યારે પણ તેમને દર્શન ની ઈચ્છા થાય એટલે પોતાના પરિવાર સાથે દર્શન માટે આવી જાય છે. હાલ અત્યારે સાળગપુર માં હનુમાનજી દાદાની ૫૪ ફૂટની જે મૂર્તિ બનેલ છે તે એક આસ્થા નું કેન્દ્ર બની છે તેના દર્શન પણ હિમેશ રેશમિયા એ કર્યા હતા દાદાના દર્શન કરી એક અનોખી અનુભૂતિ થઈ હતી. બોટાદમાં આવેલ કષ્ટભંજન દેવનું મંદિર દેશના સેંકડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં હજારો લોકો રોજનાં દર્શન કરવા માટે આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/