fbpx
બોલિવૂડ

ગીતા રબારી મધરુ અવાજ સાથે પોતાના ગીતો ગાવાના અંદાજથી દુનિયાભરમાં ધૂમ મચાવી

ફેમસ ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીને આજે કોઇ ઓળખની જરૂર નથી. કચ્છની કોયલના નામે જાણીતી ગીતા રબારી પોતાના ગીતો દ્વારા દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે, દેશ-વિદેશમાં તેના મધરુ અવાજ અને વિશેષ શૈલીમાં ગીતો ગાવાના અંદાજના લાખો પ્રશંસકો છે. ગીતા રબારીના સોશિયલ મીડિયા પર પણ લાખો ફોલોઅર્સ છે. તેના ગીતો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. તેનું એક ગીત રોમા શેરમાને યુટ્યૂબ પર કરોડો વ્યૂઝ મળી ચુક્યા છે. ગુજરાતના કચ્છના અંજારમાં આવેલા નાનકડા ટપ્પલ ગામની દીકરી છે ગીતા રબારી. તે એક માલધારી સમાજમાંથી આવે છે અને પોતાના કોકિલ કંઠથી આખા ગુજરાતને ઘેલું કરે છે. ગીતા રબારી એક લોક ગાયિકા અને ભજન કલાકાર પણ છે. આજે તેની સફળતા વિશે તો સૌકોઇ જાણે છે પરંતુ કોઇ એ નથી જાણતું કે તેના માટે ગીતાએ કેટલો સંઘર્ષ કર્યો છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ગીતા રબારીએ પોતાની મહેનત અને ટેલેન્ટના દમ પર સફળતા હાંસેલ કરી. ગીતા રબારીનો જન્મ કચ્છના અંજારના એક નાનકડા ટપ્પર ગામમાં ૩૧ ડિસેમ્બર ૧૯૯૬ના રોજ થયો હતો.

તેના પિતા કાનજીભાઇ અને માતા વિન્જુબેન છે. ગીતાને નાનપણથી જ ગાવાનો ખૂબ જ શોખ હતો. ગીતાને તેની સ્કૂલમાં જ્યારે પણ ગાવાનો મોકો મળતો ત્યારે તે પોતાના કોકિલકંઠના સૂર રેલાવતી. તેણે પોતાની પ્રાથમિક સ્કૂલના ફંક્શનમાં તેનું પહેલું ગીત ‘બેટી હું મે બેટી મેં તારા બનુંગી’ ગાયું હતું. આ ગીત તેને તેના શિક્ષકે ગાવાનું કહ્યું હતું. ત્યારથી જ તેને શિક્ષકોનો સપોર્ટ મળવા લાગ્યો હતો. સ્કૂલના સમયથી ગાવાનું શરૂ કર્યા બાદ તેને આસપાસના ગામોમાં કાર્યક્રમોમાં બોલાવવાનું શરૂ થયું. તે બાદ ધીમેધીમે તેને આખા પ્રદેશમાં ખ્યાતિ મળી. હવે તે ઘણા મોટા કલાકારો સાથે દેશ-વિદેશના લાઇવ પ્રોગ્રામ કરે છે. હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન શરૂ કર્યું હતું. અભિયાનના ભાગરૂપે તેમણે ઘરે-ઘરે પત્રો મોકલ્યા હતા. મારા ઘરે પણ એક પત્ર આવ્યો. અમારું ઘર બંધ હતું પણ પાડોશીઓએ પત્ર પિતાને આપ્યો અને તેમાં શું લખ્યું હતું તે જણાવ્યું. ગીતા રબારીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘મારું કચ્છમાં અંજાર પાસે ટપ્પલ નામનું ગામ છે. અમે માલધારી સમુદાયમાંથી આવીએ છીએ જેઓ પશુપાલન કરે છે અને પ્રાણીઓને ચરાવવા જંગલોમાં રહીએ છીએ. તે પોતાના ઘરે નથી આવતા.

મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન શરૂ કર્યું હતું. અભિયાનના ભાગરૂપે તેમણે ઘરે-ઘરે પત્રો મોકલ્યા હતા. મારા ઘરે પણ એક પત્ર આવ્યો. અમારું ઘર બંધ હતું પણ પાડોશીઓએ પત્ર પિતાને આપ્યો અને તેમાં શું લખ્યું હતું તે જણાવ્યું.ગીતા રબારીએ કહ્યું કે, ‘ત્યારે મારા પિતાએ વિચાર્યું કે મોદીજી ગુજરાતની દીકરીઓના ભવિષ્યની ચિંતા કરે છે. મારે તો એક જ દીકરી છે, તો મારે તેની ચિંતા કેમ ન કરવી જાેઈએ. પછી ગામમાં આવીને ધંધો કર્યો અને મને શાળાએ મોકલી. બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ મારું નામ નોંધાયું હતું. ગીતાએ જણાવ્યું કે, શાળામાં જાેડાયાના બે-ત્રણ વર્ષ પછી તે શાળાની પિકનિક માટે રણોત્સવમાં ગઈ હતી. તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી પણ ત્યાં આવ્યા હતા.પીએમ મોદી સાથેની પહેલી મુલાકાતને યાદ કરતા ગીતાએ કહ્યું, ‘અમે બધા બાળકો સામે બેઠા હતા. મોદી સાહેબ એક પછી એક બધા બાળકોને બોલાવી રહ્યા હતા. કોઈ કવિતા સંભળાવતું હતું, કોઈ જાેક સંભળાવી રહ્યું હતું. મને પણ બોલાવી અને મને પૂછ્યું કે, તને શું આવડે છે?. મેં કહ્યું કે હું માત્ર ગાવાનું જાણું છું. મેં તેમને કચ્છી ભાષાના ગીતો ગાઇને સંભળાવ્યા. મેં તેના ચહેરા પર સ્મિત જાેયું. તેણે મને પ્રોત્સાહિત કરી ૨૫૦ રૂપિયા આપ્યા.

તેણે મને પિતાની જેમ પૈસા આપ્યા. દીકરી ખુશ હોય ત્યારે પિતા જ તેને પૈસા આપે છે.અહીંથી લોકગાયિકા ગીતા રબારીના જીવનમાં એક મહત્વપૂર્ણ તબક્કો આવ્યો. તેણે કહ્યું, ‘મને સ્કૂલમાં પણ ગાવાનો મોકો મળ્યો. ગામમાં પણ લોકો ફોન કરીને લગ્ન વગેરેમાં ગાવાનું કહેતા. મારા જેવી ઘણી દીકરીઓ છે જે પોતાના પગ પર ઉભી છે, તેમના પિતા મોદીજી જેવા છે. હું તેને પાલક પિતાનો દરજ્જાે આપવા માંગુ છું. ‘દેશના વડાપ્રધાનને મારું નામ યાદ હતું’ઃ ગીતાએ પીએમ મોદી સાથેની તેમની બીજી મુલાકાતની વાત પણ કહી. ગીતાએ કહ્યું કે જ્યારે મોદી સાહેબ બીજી વખત આવ્યા ત્યારે તેઓ વડાપ્રધાન હતા. તે કહે છે, ‘મોદીજીએ મને જાેઇ કે તરત જ તેમણે મને ઓળખી લીધી. તેમણે કહ્યું, અરે ગીતા, તું બહુ મોટી થઈ ગઈ છે. મને આશ્ચર્ય થયું કે તેને મારું નામ પણ યાદ હતું. વડાપ્રધાન કેટલા લોકોને મળે છે અને વાત કરે છે? આટલી નાની વાત પણ તેમને યાદ આવી ગઈ. તેમણે મારા માથા પર પ્રેમથી હાથ મુક્યો હતો.જણાવી દઇએ કે, ગીતા રબારીના પરિવારમાં, તે હવે એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેને બે ભાઈઓ હતા પણ તેનું અકાળે અવસાન થયું છે. ગીતાએ ૧૦મા ધોરણ સુધી અભ્યાસ કર્યો, ત્યારબાદ તેણે દિલથી ગાવાનું શરૂ કર્યું.

માતા-પિતાનું એકમાત્ર સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા જીવંત કાર્યક્રમો કરે છે. તેણે ઘણા ગીતો ગાયા છે, રોના શેરમા અને એકલો રબારી, આ બંને ગીતો આખા ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત થયા છે. આ સિવાય તેણે દેશી ઢોલ, ઢોલ નગારા, દેવ દ્વારિકા વાળા જેવા ઘણા આલ્બમ પણ કર્યા છે.ગીતા રબારીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર કરીએ તો તેણે એથનિક અને વેસ્ટર્ન આઉટફિટ્‌સમા પોતાના ઘણા ફોટોઝ શેર કર્યા છે. હાલમાં જ તેણે ગામઠી લુકમાં લંડનની ગલીઓમાં પોઝ આપીને ફોટોઝ શેર કર્યા છે. તેના ફોટોઝ જાેઇને કહી શકાય કે ગીતાને ફરવાનો પણ ખૂબ શોખ છે. તે અવનવી જગ્યાઓ પર ફોટોશૂટ કરાવતી રહે છે. ગીતા રબારીની લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે, તેના ગીતો અને સોશિયલ મીડિયા પોસ્ટ જાેતજાેતામાં વાયરલ થઇ જાય છે અને સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેના ગીતો ધૂમ મચાવે છે. જણાવી દઇએ કે, ગુજરાતી લોકસંગીત માટે ગીતાનું કામ ઉલ્લેખનીય છે, તેણે ગુજરાતી સંગીતને યુવાઓમાં લોકપ્રિય કરવાનું કામ કર્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/