fbpx
બોલિવૂડ

બોલિવૂડના અભિનેતા આફતાબ શિવદાસાની વિષે જાણો રસપ્રદ વાતો

અભિનેતા આફતાબ શિવદાસાનીએ હાલમાં ૨૫મી જૂને પોતાનો ૪૫મો જન્મદિવસ ઉજવ્યો હતો આફતાબ શિવદાસાનીનો જન્મ ૨૫ જૂન ૧૯૭૮ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. આફતાબ ભલે આજે ફિલ્મો નથી કરતો, પરંતુ તે આજે પણ લક્ઝરી લાઈફ જીવે છે. મુંબઈમાં તેમનું પોતાનું વૈભવી અને સુસજ્જ એપાર્ટમેન્ટ છે. આ સાથે તેની પાસે છેઙ્ઘૈ ઇજી ૫ (૧.૦૯ કરોડ) અને મ્સ્ઉ ઠ૬ (૧.૨૨ કરોડ) પણ છે. અહેવાલો અનુસાર, આફતાબ તેના પ્રોડક્શન હાઉસ અને અન્ય ઇવેન્ટ્‌સ દ્વારા વાર્ષિક ૩ કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. તેઓ લગભગ ૫૧ કરોડના માલિક છે. આફતાબ શિવદાસાની નવ વર્ષની ઉંમરે પહેલીવાર અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં જાેવા મળ્યો હતો. ‘મિસ્ટર ઈન્ડિયા’ પછી તેણે ફિલ્મ ‘શહેનશાહ’માં અમિતાભ બચ્ચનનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું. આફતાબે ‘અવ્વલ નંબર’, ‘ચાલબાઝ’ અને ‘ઈન્સાનિયત’ જેવી ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો હતો. વર્ષ ૧૯૯૯માં આફતાબ શિવદાસાનીએ ૧૯ વર્ષની ઉંમરે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘મસ્ત’માં મુખ્ય ભૂમિકા ભજવીને ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી આફતાબ રાતોરાત સ્ટાર બની ગયો.

આ ફિલ્મમાં તેની વિરુદ્ધ ઉર્મિલા માતોંડકર હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આફતાબને આ ફિલ્મથી બેસ્ટ મેલ ડેબ્યુ અને મોસ્ટ પ્રોમિસિંગ ન્યુકમર જેવા ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. આફતાબે ‘મસ્તી’, ‘આવારા પાગલ દિવાના’, ‘હંગામા’ સહિત ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવ્યો. તે મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મોમાં પોતાનું ખાસ સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો. ‘કસૂર’, ‘લવ લિયે કુછ ભી કરેગા’, પ્યાર ઈશ્ક ઔર મોહબ્બત, ‘કોઈ મેરે દિલ સે પૂછે’, ‘ક્યા યેહી પ્યાર હૈ’, ‘આવારા પાગલ દિવાના’ અને ‘પ્યાસા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જાે કે, આટલી સારી વાર્તા હોવા છતાં, આફતાબ દર્શકોનું દિલ જીતવામાં નિષ્ફળ ગયો હતો. બોલિવૂડમાં આફતાબનું કરિયર ફ્લોપ રહ્યું છે. હવે તે ફિલ્મોથી ઘણા દૂર થઈ ગયો છે. આ સાથે હવે તેને લાઇમલાઇટમાં આવવું પણ પસંદ નથી. આફતાબે ૩૮ વર્ષની ઉંમરે પત્ની નિન દુસાંજ સાથે ફરીથી લગ્ન કર્યા હતા. જાે કે, આફતાબ અને નિન દુસાંજના લગ્ન વર્ષ ૨૦૧૪માં થયા હતા. હવે તે ૧ બાળકનો પિતા છે. જણાવી દઈએ કે આફતાબની પત્ની નિન દુસાંઝ બ્રિટિશ-ભારતીય છે. તે કબીર બેદીની પૂર્વ પત્ની પરવીન દુસાંઝની બહેન છે. લગ્ન પહેલા, નિન મોડેલિંગ સાથે લક્ઝરી બ્રાન્ડ ઉદ્યોગમાં સલાહકાર હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/