fbpx
બોલિવૂડ

ભણસાલીની ‘ઈન્શાઅલ્લાહ’માં સલમાન ખાન

સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી. ફિલ્મનો બિઝનેસ એવરેજ હતો, પરંતુ સલમાનની અગાઉની ફિલ્મો જેવો રિસ્પોન્સ મળ્યો ન હતો. કેટરિના કૈફ સાથે સલમાનની આગામી ફિલ્મ ટાઈગર ૩રિલીઝ થવાની છે. ટાઈગર ૩ના આગમન પૂર્વે સલમાન ખાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’માં વાપસી કરવાનું વિચાર્યું છે. સલમાન અને ભણસાલી વચ્ચે થયેલી મુલાકાત બાદ આ પ્રકારની અટકળોને વેગ મળ્યો છે. સલમાન ખાનને લાંબા સમયથી હિટ ફિલ્મની જરૂર છે. તેમની બીબાઢાળ ફિલ્મો ઓડિયન્સે હવે પસંદ આવતી નથી. સલમાને પોતાનું સ્ટારડમ જાળવવી રાખવું હોય તો ઓડિયન્સના મિજાજ સાથે ચાલવાની જરૂર છે. સલમાન ખાને અગાઉ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’માં કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી. ભણસાલીનો આ પ્રોજેક્ટ ત્યારબાદ અટવાયેલો છે. હવે સલમાન અને ભણસાલી વચ્ચે આ બાબતે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ટૂંક સમયમાં ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ શકે છે. સલમાન ખાને પોતાની કરિયરને નવી દિશામાં લઈ જવા માટે અન્ય એક મહત્ત્વનો ર્નિણય લીધો છે. સલમાન ખાન પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મોમાં લીડ રોલ કરતા હોય છે. જાે કે તેમણે હવે પોતાના પ્રોડક્શનની ફિલ્મો નહીં કરવાનો ર્નિણય લીધો છે. સલમાન પોતાના બેનર હેઠળ બની રહેલી ફિલ્મોમાં નવા ચહેરાને તક આપે તેવી શક્યતા છે. આ ઉપરાંત સલમાન ખાને મિત્રતા કે સંબંધોમાં કોઈ ફિલ્મ નહીં કરવાનું પણ વિચાર્યું છે. સલમાને પાકા પ્રોફેશનલની જેમ કરિયરને સિરિયસલી લીધી હોય તેમ જણાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/