fbpx
બોલિવૂડ

બોલિવૂડની અભિનેત્રી રહી ચૂકેલી સના ખાન માતા બની

બોલિવૂડની અભિનેત્રી રહી ચૂકેલી અને હવે ગ્લેમરની દુનિયાથી દૂર રહી ગયેલી સના ખાન હવે માતા બની ગઈ છે. તેણે પતિ અનસ સૈયદ સાથે મળીને ઘરમાં નાના મહેમાનનું સ્વાગત કર્યું છે. સના ખાને પુત્રને જન્મ આપ્યો છે. સનાએ ખુદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ફેન્સને આ જાણકારી આપી છે. માતા બનવાના સમાચારની સાથે જ સનાએ એક સરસ નોટ પણ શેર કરી છે, જેના પર લોકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. સના ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બે હાથ સાથે એક નાનકડો હાથ જાેવા મળી રહ્યો છે. આ સાથે વિડીયોમાં લખ્યું છે કે, ‘અલ્લાહ તાલાએ નસીબમાં લખ્યું, તેને પૂરું પણ કર્યું અને તેને સરળ બનાવ્યું, અને જ્યારે અલ્લાહ આપે છે, તે ખુશી અને આનંદથી આપે છે, તો અલ્લાહ તાલાએ અમને પુત્ર આપ્યો.’ જણાવી દઈએ કે સના ખાને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ લિસ્ટમાં સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’ પણ સામેલ છે. આ ફિલ્મમાં સના ખાને એક રાજનેતાની દીકરીનો રોલ કર્યો હતો. આ સિવાય સના રિયાલિટી શો ‘બિગ બોસ’ની સિઝન ૬ની સ્પર્ધક પણ રહી ચૂકી છે. જાેકે, વર્ષ ૨૦૨૦માં અભિનેત્રીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને હંમેશ માટે અલવિદા કહી દીધું. આ પછી તેણે અનસ સૈયદ સાથે લગ્ન કર્યા. સના ખાન અવારનવાર પોતાના પતિ અનસ સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આ વીડિયો પોસ્ટ કરતા સના ખાને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘અલ્લાહ અમને અમારા બાળક માટે શ્રેષ્ઠ બનાવે. અલ્લાહની અમાનત છે, હજુ ઘણું સારું બનવાનું છે. જેણે આ સુંદર સફરમાં અમારા હૃદય અને આત્માઓને ખુશ રાખ્યા. તેના માટે તમારા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર, સના ખાનની આ પોસ્ટ પર ચાહકોએ અભિનંદન અને શુભેચ્છાઓ વરસાવી છે. કોમેન્ટ સેક્શનમાં ફેન્સ સના ખાન અને તેના પતિ અનસને અભિનંદન આપી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/