fbpx
બોલિવૂડ

ફિલ્મ ઓપનહાઇમરની ૨,૫૦૦ની ટિકિટ છતાં, ધડાધડ એડવાન્સ બુકિંગ

વિશ્વનાં સૌથી સફળ ફિલ્મ ડિરેક્ટર્સમાં ક્રિસ્ટોફર નોલનનું નામ સૌથી ઉપર આવે છે. બેટમેનને સ્ક્રીન પર ભવ્ય રીતે પુનઃ રજૂ કરનાર નોલનની છેલ્લી ત્રણ ફિલ્મો છે- ઇન્ટરસ્ટેલર, ડનકર્ક અને ટેનેટ. સિનેમાની ટેકનોલજી સાથે રમનાર અને મગજને સુન્ન કરી નાખે તેવી કન્સેપ્ટ ફિલ્મો લાવનાર નોલનની આગામી ફિલ્મ ઓપનહાઇમરની રાહ સમગ્ર વિશ્વનાં સિનેપ્રેમીઓ જાેઈ રહ્યા છે. ભારતમાં પણ તેમનો ક્રેઝ ઓછો નથી. આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી ઓપનહાઇમરનું એડવાન્સ બુકિંગ જાેરદાર થયું છે. દેશનાં ત્રણ મોટા નેશનલ ચેઇનમાં અત્યાર સુધી એક લાખ ટિક્ટનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. લોકડાઉન બાદ અનેક ચર્ચિત અને મોટાં સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થઈ પણ એડવાન્સ બુકિંગમાં આટલો ક્રેઝ કોઇ ફિલ્મ માટે જાેવા મળ્યો નથી. બોલીવુડનાં કોઇ કલાકારની ફિલ્મ માટે સિનેપ્રેમીઓએ મોટા પાયે એડવાન્સ બુકિંગ નથી કરાવ્યું. પછી એ શાહરૂખ-સલમાન હોય કે, રણબીર કે પછી અક્ષયકુમાર.

નોલન માત્ર ફિલ્મો નથી બનાવતા પણ મોટા પડદા ઓડિયન્સને સિનેમેટિક અનુભવ આપે છે. આઇમકેસ ફોર્મેટમાં તો ઓપનહાઇમરની ડીમાન્ડ અલગ જ લેવલ પર છે. મોટી ફિલ્મોનાં મોર્નિંગ શોઝ થાય છે એ આપણે જાણીએ છીએ. જેમ કે માર્વેલની એવેન્જર્સ-એન્ડગેમ માટે સવારના શો પણ ચાલતા હતા. પણ અડધી રાત્રે ફિલ્મનાં શો થયા હોય એવું તમે જાેયું છે? મુંબઇના થાણેના એક થિયેટરમાં ફિલ્મનો પ્રથમ શો ગુરૂવારે રાત્રે ૧૧-૫૯ મિનેટે રાખવામાં આવ્યો છે. એમ કહી શકાય કે ટેકનિકલી આ શો ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ પહેલાં શરૂ થશે. મુંબઇમાં રાત્રે ત્રણ વાગે પણ અનેક શોઝ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને આઇમેક્સ થિયેટરમાં એડવાન્સ બુકિંગનો ભારે ક્રેઝ છે. લોઅર પરેલનાં એક થિયેટરમાં રૂ. ૨૪૫૦ની ટિકિટ રાખવામાં આવી છે. આ સ્થિતિ માત્ર શુક્રવાર પૂરતી મર્યાદિત નથી. વીકએન્ડમાં પણ આ જ હાલ છે. દિલ્હીમાં પણ એવી જ હાલત છે.

ફિલ્મ રોબર્ટ ઓપનહાઇમરનાં જીવન પર આધારિત છે, જેમણે વિશ્વમાં પ્રથમ પરમાણુ શસ્ત્ર વિક્સાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કુલ મળીને બે લાખથી વધુ ટિકિટોનું બુકિંગ થઈ ગયું હોવાના અહેવાલ છે. ફિલ્મની ટાઇમ લિમિટની પણ ચર્ચા થાય છે. સામાન્ય રીતે હિન્દી કે અંગ્રેજી ફિલ્મો બે સવા બે કલાકથી મોટી નથી હોતી પણ આ ફિલ્મનો રનિંગ ટાઇમ ત્રણ કલાક અને બે મિનિટ છે. સિલિયન મર્ફી, એમિલિ બ્લન્ટ, મેટ ડેમન અને રોબર્ટ ડાઉની જુનિયર અભિનિત આ ફિલ્મ ભારતમાં ૧૨૫૦ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી રહી છે.

ફિલ્મનું એડવાન્સ બુકિંગ બે સપ્તાહ પહેલાં શરૂ થઈ ગયું હતું. રિલીઝ પૂર્વે ત્રણ લાખથી વધુ ટિકિટ્‌સનું એડવાન્સ બુકિંગ થયું હતું. સ્પોટ બુકિંગમાં પણ મોટા પાયે ધસારો રહેવાની શક્યતા ફિલ્મ ક્રિટિક્સે વ્યક્ત કરી છે. ઓપનહાઈમરની સીધી ટક્કર હોલિવૂડની ફિલ્મ બાર્બી સાથે થવાની છે. લાંબા સમય બાદ હોલિવૂડની બે મોટી ફિલ્મો વચ્ચે બોક્સઓફિસ પર ટક્કર જાેવા મળશે. આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે પઠાણનું સ્થાન અકબંધ છે. ઓપનહાઈમરને પઠાણ જેટલા સ્ક્રિન્સ મળ્યા નથી, પરંતુ ફિલ્મને રીસ્પોન્સ સારો હોય તો આગામી સમયમાં સ્ક્રિન્સ વધી શકે છે. જાે કે એક વીક બાદ તેનો સીધો મુકાબલો રોકી ઔર રાની કી પ્રેમ કહાની સાથે થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/