fbpx
બોલિવૂડ

OMG 2 ૨૦ કટ્‌સ અને એડલ્ટ સર્ટિફિકેટ સાથે સેન્સર બોર્ડની મંજૂરી

બોક્સઓફિસ પર પાછલી પાંચ ફિલ્મો ફ્લોપ ગયા બાદ પણ અક્ષય કુમારની તકલીફો ચાલુ રહી છે. અક્ષય કુમારની બ્લોકબસ્ટર ફિલ્મ ર્ંસ્ય્ની સીક્વલ રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મનું પ્રમોશન પણ પૂરજાેશમાં ચાલી રહ્યું છે ત્યારે સેન્સર બોર્ડે તેને રિલીઝ માટે મંજૂરી આપતાં પહેલાં ૨૦ કટ્‌સ સૂચવ્યા છે અને એડલ્ટ સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મને ભક્તિથી ભરપૂર અને ફેમિલી એન્ટરટેઈનર ગણાવી રહેલા મેકર્સને સેન્સર બોર્ડના આ ર્નિણયથી આંચકો લાગવાનું સ્વાભાવિક છે. અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની ફિલ્મ ઓહ માય ગોડ ૨ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની છે. ફિલ્મના નવા ટ્રેલરને રિલીઝ કરીને પ્રમોશનને વેગ આપવાની ઈચ્છા છે. જાે કે અગાઉના ટ્રેલરમાં જ વિવાદ ઊભો થવાની શક્યતા દેખાતા સેન્સર બોર્ડની રિવાઈઝિંગ કમિટીએ સાવચેતી વધારી છે. રિપોર્ટ્‌સ મુજબ, રિવાઈઝિંગ કમિટીએ ફિલ્મમાં ૨૦ કટ્‌સ સૂચવ્યા છે. જેમાં ઓડિયો અને વીડિયો બંનેનો સમાવેશ થાય છે. ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ સાથે રિલીઝની મંજૂરી આપવાનો ર્નિણય લેવાયો છે. સેન્સર બોર્ડનો આ ર્નિણય ફિલ્મના મેકર્સને ગમ્યો નથી. શ્રાવણ મહિનામાં આવી રહેલી ફિલ્મને શિવ ભક્તિ સાથે સાંકળીને પ્રમોશનનું આયોજન કરાયું હતું.

આ ફિલ્મને નાના બાળકોથી માંડીને વડીલો પણ જુએ અને ભક્તિનો મહિમા સમજે તેવો ઈરાદો ફિલ્મમેકર્સે વ્યક્ત કર્યો હતો. જાે કે ફિલ્મમાં ભક્તિની સાથે સેક્સ એજ્યુકેશનનો પણ વિષય છે. ફિલ્મના મેકર્સને લાગે છે કે, સેક્સ એજ્યુકેશન પર ખુલીને વાત થવી જાેઈએ. મેકર્સની આ દલીલ સેન્સર બોર્ડના ગળે ઉતરતી નથી. ૨૦૧૨ના વર્ષમાં ઓહ માય ગોડનો પહેલો પાર્ટ રિલીઝ થયો હતો. બાળકોને પણ આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. જાે કે બાળકો સાથે સેક્સ પર મોટા પડદે વાત થાય તે સેન્સર બોર્ડને પસંદ આવ્યું નથી. સેક્સની વાત કરવી હોય તો એડલ્ટ સર્ટિફિકેટ જ હોવું જાેઈએ તેવા સેન્સર બોર્ડના વલણે ફિલ્મ મેકર્સની ચિંતા વધારી છે. ૧૧મી ઓગસ્ટે ફિલ્મની રિલીઝ પહેલાં આ મામલો ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે તેમણે ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ મળે તેવા પ્રયાસ પણ આદર્યા છે. ‘આદિપુરુષ’માં ડાયલોગ્સ અને કેરેક્ટરના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. સેન્સર બોર્ડે ધાર્મિક આસ્થા સાથે ચેડાં કરવા માટે ફિલ્મ મેકર્સને મોકળો માર્ગ આપ્યો હોવાના આક્ષેપો પણ થયા હતા. આદિપુરુષના મેકર્સે બાદમાં કેટલાક ડાયલોગ્સ બદલ્યા હતા, પરંતુ ઓહ માય ગોડની સીક્વલમાં સેન્સર બોર્ડ કોઈ જાેખમ લેવા તૈયાર નથી. ૧૧ ઓગસ્ટે આ ફિલ્મની સીધી ટક્કર સની દેઓલની ‘ગદર ૨’ સાથે થવાની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/