fbpx
બોલિવૂડ

દિગ્દર્શકને મિત્રએ બાળપણમાં સંભળાવી કહાણી, ૨૫ વર્ષ પછી બનાવી ફિલ્મ, ફિલ્મે કમાવ્યા અઢળક પૈસા

મનોરંજન માટે જ્યારે લોકો ઈન્ટરનેટ અને મોબાઈલ પર ર્નિભર નહોતા ત્યારે રાત પડતાની સાથે જ મિત્રો વચ્ચે વાર્તા-કથનનો રાઉન્ડ ચાલતો હતો. સત્ય અને કાલ્પનિક મિશ્રિત રહસ્યમય વાર્તાઓ સાંભળીને બાળકો ધ્રૂજી જતા હતા. જાેકે, બાળપણમાં સાંભળેલી વાર્તાઓ મનમાં વસી જાય છે. નિર્દેશક રાહી અનિલ બર્વેએ ૧૯૯૩માં પોતાના મિત્ર પાસેથી એક વાર્તા સાંભળી હતી, જેના પર ૨૫ વર્ષ પછી તેણે ફિલ્મ ‘તુમ્બાડ’ બનાવી, જેને જાેઈને દર્શકોના રોંગટા ઉભા થઈ ગયા હતા. આ ફિલ્મે ૨૦૧૮માં રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર અજાયબીઓ કરી હતી. રાહી અનિલ બર્વેએ ૧૯૯૭માં ૧૮ વર્ષની ઉંમરે ‘તુમ્બાડ’નો પહેલો ડ્રાફ્ટ લખ્યો હતો. રિપોર્ટ્‌સનું માનીએ તો તેણે ૨૦૦૯થી ૨૦૧૦ વચ્ચે ૭૦૦ પેજની સ્ટોરી લખી હતી.

ફિલ્મની વાર્તા ૭ પ્રોડક્શન હાઉસને બતાવવામાં આવી હતી, પરંતુ તેઓએ પીછેહઠ કરી હતી. મિતેશ શાહ, આદેશ પ્રસાદ અને આનંદ ગાંધી સાથે રાહી અનિલ બર્વેએ પટકથામાં વધુ સુધારો કર્યો. ફિલ્મનું શૂટિંગ ૨૦૧૨માં શરૂ થયું હતું. ‘તુમ્બાડ’માં સોહમ શાહે વિનાયક રાવનું મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે, જે વર્ષો પછી ખજાનાની શોધમાં પોતાના ગામ ‘તુમ્બાડ’ પરત ફરે છે, જ્યાં આખું વર્ષ વરસાદ પડે છે. આ ફિલ્મને બનાવવામાં ૬ વર્ષથી વધુ સમય લાગ્યો હતો. ફિલ્મમાં વાસ્તવિક અસર બનાવવા માટે, તે ૪ ચોમાસામાં શૂટ કરવામાં આવી હતી. સોહમ શાહે ‘તુમ્બાડ’ની સ્ક્રિપ્ટ વિશે કહ્યું હતું કે, ‘જ્યારે મેં પહેલીવાર તેની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને તેમાં એક ક્રેઝીનેસ જાેવા મળ્યો હતો. આ વિચાર એટલો મહાન હતો કે, હું તેના પર ફિલ્મ બનાવવા માટે સંમત થયો. આ ફિલ્મ ‘વિક્રમ ઔર બેતાલ’ અને ‘પંચતંત્ર’ જેવી પરીકથા છે જે દાદી પોતાના બાળકોને સંભળાવે છે. કહેવાય છે કે, આ ફિલ્મ એવી જગ્યાએ શૂટ કરવામાં આવી હતી જ્યાં ૧૦૦ વર્ષ સુધી કોઈ ગયું ન હતું. ૫ કરોડમાં બનેલી ‘તુમ્બાડ’ આખરે ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ રિલીઝ થઈ હતી. દર્શકોને વર્ષો પછી એક શાનદાર હોરર ફિલ્મ જાેવા મળી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પરથી ૧૩.૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે ૬૪માં ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં ૩ એવોર્ડ જીત્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/